News Continuous Bureau | Mumbai
‘સડક 2’ અને ‘બાટલા હાઉસ’ જેવી ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડ એક્ટ્રેસ ક્રિસન પરેરા છેલ્લા ઘણા દિવસોથી ડ્રગ્સ કેસને લઈને ચર્ચામાં છે. તેના પર ડ્રગ્સની દાણચોરીનો આરોપ હતો અને તે યુએઈમાં પકડાઈ હતી. ગંભીર આરોપો બાદ અભિનેત્રીને શારજાહ જેલમાં રાખવામાં આવી હતી. તે જ સમયે, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હકીકતમાં અભિનેત્રી આ બધામાં ફસાયેલી હતી. આ ષડયંત્ર મુંબઈના એક વેપારીએ ઘડ્યું હતું અને મુંબઈ પોલીસની તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
UAE ની જેલ માં બંધ છે ક્રિસન પરેરા
27 વર્ષની અભિનેત્રી ક્રિશન પરેરાને ડ્રગ્સ ની દાણચોરીના આરોપમાં UAEમાં જેલમાં ધકેલી દેવામાં આવી હતી . જે બાદ અભિનેત્રીના પરિવારજનોએ આ મામલાની તપાસ માટે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ મુંબઈના બોરીવલીમાં રહેતા એન્થોની પોલ નામના વ્યક્તિએ અભિનેત્રીને ફસાવવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
ક્રિસન પરેરા ને આ રીતે ફસાવવામાં આવી
બેકરીનો વ્યવસાય કરતા એન્થોનીએ અભિનેત્રી ક્રિસન પરેરા ને આંતરરાષ્ટ્રીય વેબ સિરીઝમાં ઓડિશન માટે ઓફર મોકલીને દુબઈ બોલાવી હતી. જ્યાં ક્રિસન ને ટ્રોફી આપવામાં આવી હતી અને આ ટ્રોફીમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું છે કે આરોપીએ દુશ્મનાવટ હેઠળ આ કામ કર્યું છે. એન્થોનીએ અભિનેત્રીની માતા પાસેથી બદલો લેવો હતો. વાસ્તવમાં કંઈક એવું બન્યું હતું કે એન્થોનીની બહેન બેકરી ચલાવે છે અને ક્રિસન પરેરા ની માતા પ્રમિલા અહીંથી ખરીદી કરવા ગઈ હતી. દરમિયાન એન્થોની પણ ત્યાં આવી ગયો હતો અને પ્રમિલા નો કૂતરો તને જોઈને ભસવા લાગ્યો હતો, કૂતરાને ભસતો જોઈને એન્થોનીએ તેને મારવા માટે ખુરશી ઉગામી હતી. આ પછી, તેના કૂતરાને બચાવતી વખતે, પ્રમિલાએ બેકરીમાં બધાની સામે એન્થોની નું અપમાન કર્યું. એન્થોની માત્ર આ ઘટનાનો બદલો લેવા માંગતો હતો. મુંબઈ પોલીસે એન્થોનીના બે સહયોગીઓની પણ ધરપકડ કરી છે.