ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
શું તમે જાણો છો કે બૉલિવુડની એવી ઘણી ફિલ્મો છે, જેને પહેલા ઇન્ડસ્ટ્રીના 'કિંગ ખાન' અને બાદશાહ શાહરુખ ખાને નકારી હતી અને આ ફિલ્મો બાદમાં આમિર ખાને કરી હતી અને હિટ સાબિત થઈ હતી. વાસ્તવમાં, શાહરુખ ખાને આમાંની ઘણી ફિલ્મો માત્ર એટલા માટે ફગાવી દીધી હતી કે તેને લાગ્યું કે આ ફિલ્મો ચાલશે નહીં. આવી જ એક ફિલ્મ ‘લગાન’ પણ છે, જે સુપરહિટ સાબિત થઈ. જોકે શાહરુખ ખાને પહેલાં આ ફિલ્મ ફગાવી દીધી હતી અને એ પછી આમિર ખાનને મળી હતી. એ જ રીતે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફિલ્મ પણ અગાઉ શાહરુખ ખાનને ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે એને ઠુકરાવી દીધી. આવો જાણીએ આવી કેટલીક ફિલ્મો વિશે.
રાકેશ ઓમ્ પ્રકાશ મહેરાની ફિલ્મ 'રંગ દે બસંતી' પણ અગાઉ શાહરુખને ઑફર કરવામાં આવી હતી, પરંતુ શાહરુખે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં શાહરુખને ઍરફોર્સના પાઇલટની ભૂમિકા આપવામાં આવી હતી, જે પાછળથી આર. માધવને કરી હતી. એવું કહેવાય છે કે શાહરુખે આ ફિલ્મને નકારી દીધી, કારણ કે તે આમિર ખાનની સામે બીજી મુખ્ય ભૂમિકા ભજવવા માગતો ન હતો.શાહરુખ ખાનનો ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ માટે પ્રથમ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ માહિતી ખુદ વિધુ વિનોદ ચોપરાએ આપી હતી. બાદમાં આ ફિલ્મ આમિર ખાને કરી હતી અને તે સુપરહિટ સાબિત થઈ હતી.
એ જ રીતે 'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'ફેરારી કી સવારી' પણ શાહરુખને અગાઉ ઑફર કરવામાં આવી હતી. જ્યારે તેણે ના પાડી પછી ફિલ્મ અન્ય કલાકારો પાસે ગઈ. શાહરુખના ઇનકાર બાદ 'મુન્નાભાઈ એમબીબીએસ' સંજય દત્ત અને 'ફેરારી કી સવારી' શર્મન જોશીએ કરી હતી. એવી જ રીતે, ફિલ્મ 'લગાન' માટે આશુતોષ ગોવારીકરે શાહરુખ ખાનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી હતી. અગાઉ આ ફિલ્મ માટે આમિર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તે પછી શાહરુખને આ ફિલ્મ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેને લાગ્યું હતું કે આ ફિલ્મ નહીં ચાલે, જેના કારણે તેણે એ ફિલ્મમ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. અંતે આ ફિલ્મ આમિર ખાને કરી હતી અને સુપરહિટ સાબિત થઈ હતી.
આખરે દીપિકા પાદુકોણે આલિયા સાથે પોતાનો બદલો લઈ લીધો; કઈ રીતે જાણો અહીં
નોંધનીય છે કે બૉલિવુડના બાદશાહ શાહરુખ ખાન હાલમાં તેના પુત્ર આર્યન ખાનને લઈને ચિંતિત છે. જ્યારથી ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નામ આવ્યું છે, શાહરુખનો આખો પરિવાર પરેશાન છે તેમ જ આર્યન ખાન ડ્રગના કેસમાં જામીન મેળવવામાં અસમર્થ છે. તેણે હવે આર્યન માટે નવા વકીલ અમિત દેસાઈની નિમણૂક કરી છે અને સતીશ માનશિંદેને છૂટા કર્યા છે.