Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અબુ ધાબી પહોંચેલા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ એ કર્યું આ કામ, વિડીયો જોઈ તમને પણ થશે ગર્વ

before Bade miyan chote miyan release akshay kumar and tiger shroff visit baps hindu mandir
before Bade miyan chote miyan release akshay kumar and tiger shroff visit baps hindu mandir

News Continuous Bureau | Mumbai  

 Bade miyan chote miyan: અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 11 એપ્રિલે રિલીઝ થવાની છે. હાલ બંને સ્ટાર્સ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. તાજેતરમા જ અક્ષય ને ટાઇગર તેમની ફિલ્મ ના પ્રમોશન માટે અબુ ધાબી પહોંચ્યા હતા. ફિલ્મની રજૂઆત પહેલા, બંને કલાકારોએ અબુ ધાબીમાં બનેલા પ્રથમ બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને બંને કલાકારો પર ગર્વ અનુભવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Bade miyan chote miyan: રાતોરાત બદલાઈ ગઈ બડે મિયાં છોટે મિયાં ની રિલીઝ ડેટ, હવે 10 એપ્રિલ એ નહીં આ તારીખ એ રિલીઝ થશે અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

અક્ષય અને ટાઈગરે કરી અબુ ધાબી ના હિન્દુ મંદિરમાં પ્રાર્થના 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે તેમના સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં બંને દેવી-દેવતાઓની પૂજા કરતા અને ધાર્મિક સંતો પાસેથી આશીર્વાદ લેતા જોઈ શકાય છે. આ દરમિયાન અક્ષય કુમાર સફેદ કુર્તા અને બ્લેક ટ્રાઉઝર માં તો ટાઈગર આછા લીલા રંગનો કુર્તો અને સફેદ પેન્ટ માં જોવા મળ્યો હતો. આ વિડીયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું, ‘અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લેવાની તક મળી. તે એકદમ દૈવી અનુભવ હતો. અને હા, નવરાત્રી, ગુડી પડવા અને ઉગાદીની શુભકામનાઓ. આ શુભ અવસર તમારા અને તમારા પ્રિયજનો માટે ખુશીઓ, સમૃદ્ધિ અને નવી શરૂઆત લઈને આવે.’

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


તમને જણાવી દઈએ કે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બંધાયેલ અને સંચાલિત આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!