Site icon

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા વિવેક અગ્નિહોત્રીએ કરી ચુક્યા છે આ બોલ્ડ ફિલ્મોનું નિર્દેશન, લિસ્ટમાં બીજી ફિલ્મો પણ છે સામેલ

વિવેક અગ્નિહોત્રીએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોનું નિર્દેશન નથી કર્યું પરંતુ વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મોની ખૂબ ચર્ચા થાય છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે વિવેક અગ્નિહોત્રી એ કઈ ફિલ્મ નું નિર્દેશન કર્યું છે જેમાં કેટલી બોલ્ડ ફિલ્મો પણ સામેલ છે. જુઓ યાદી અહીં

before The Kashmir Files vivek agnihotri directed these movies in his career

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પહેલા વિવેક અગ્નિહોત્રીએ કરી ચુક્યા છે આ બોલ્ડ ફિલ્મોનું નિર્દેશન, લિસ્ટમાં બીજી ફિલ્મો પણ છે સામેલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય નિર્દેશક ( directed ) વિવેક અગ્નિહોત્રીની ( vivek agnihotri ) ફિલ્મ ( movies ) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ( The Kashmir Files ) માર્ચ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઓછા બજેટવાળી આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે આ ફિલ્મ વિશે કહ્યું છે કે તે પ્રચાર આધારિત છે. ચાલો જાણીએ કે વિવેક અગ્નિહોત્રીએ ( career ) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય કઈ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

Join Our WhatsApp Community

 ધન ધના ધન ગોલ

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, બિપાશા બાસુ અને અરશદ વારસી જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’નું ગીત ‘બિલ્લો રાની’ ખૂબ ફેમસ થયું હતું.આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી.

ચોકલેટ

વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ‘ચોકલેટ’ પણ બનાવી હતી. દિગ્દર્શક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ ‘ચોકલેટ’માં અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, ઈરફાન ખાન, ઈમરાન હાશ્મી, અરશદ વારસી, તનુશ્રી દત્તા જેવા કલાકારો જોવા મળ્યા હતા.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી.

આ સમાચાર પણ વાંચો:  Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી

બુદ્ધ ઈન અ ટ્રાફિક જામ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘બુદ્ધ ઈન અ ટ્રાફિક જામ’ વર્ષ 2016માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા હતી. ફિલ્મ ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’માં અરુણોદય સિંહ, અનુપમ ખેર, માહી ગિલ અને પલ્લવી જોશી જોવા મળ્યા હતા.

હેટ સ્ટોરી

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘હેટ સ્ટોરી’ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘હેટ સ્ટોરી’માં નિખિલ દ્વિવેદી, ગુલશન દેવૈયા અને પાઉલી ડેમ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા.આ કારણે આ ફિલ્મ ની ખુબ ચર્ચા થઇ હતી.

ઝિદ

ફિલ્મ ‘ઝિદ’નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. ફિલ્મમાં કરણવીર શર્મા, મનારા ચોપરા અને શ્રદ્ધા દાસ જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ઝિદ’માં પણ ઘણા બોલ્ડ સીન્સ હતા.આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: આ લિસ્ટ વાંચી લ્યો.  આ તમામ  ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે.  નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે

ધ તાશ્કંદ ફાઈલ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, શ્વેતા બાસુ પ્રસાદ, પકંજ ત્રિપાઠી, પલ્લવી જોશી અને રાજેશ શર્માએ ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ની વાર્તા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુની આસપાસ ની વાર્તા બતાવવામાં આવી હતી.

ધ કાશ્મીર ફાઇલ્સ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તે સતત ચર્ચામાં છે.

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version