તારક મહેતા ના સેટ પરથી વાયરલ થયો પોપટલાલ ના બાથરૂમનો વિડીયો-સેટ જોઈ ચાહકો રહી ગયા દંગ

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka ooltah Chashmah) છેલ્લા 14 વર્ષથી દર્શકોનુ મનોરંજન પૂરું પાડી રહી છે. શોના તમામ પાત્રોએ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. સીરિયલના આ કલાકારોને રિયલ લાઈફમાં (real life)પણ લોકો તેમના પાત્રોના નામથી જ ઓળખે છે. શો ના ઓફ-સ્ક્રીન મસ્તીના ઘણાં વિડીયો સામે આવતાં રહે છે. આજે અહીં તમને એવો વિડીયો બતાવીશું જેને જોઈ ને તમને નવાઈ લાગશે. પોપટલાલના બાથરૂમનો એક વિડીયો (Popatlal bathroom video viral)સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને નવાઈ લાગશે.

શોના સેટ એવી રીતે તૈયાર કરવામાં આવતાં હોય છે કે તે સાચા હોય એવું જ લાગે. ટીવીમાં વસ્તુ ભવ્ય કે સુંદર લાગતી હોય છે પરંતુ હકીકત કંઈક બીજી જ હોય છે આ માત્ર ત્યાં લગાવવામાં આવતા સેટ(set) નો કમાલ હોય છે અને જો તમે આ સેટ ને  ત્યાં પ્રત્યક્ષ જઈને જોવો તો ચોક્કસથી તમને નવાઈ લાગશે. 'તારક મહેતા…'ના સેટનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે જે નવાઈ પમાડશે. પોપટલાલના બાથરૂમનો વિડીયો (Popatlal bathroom video)જોઈને તમે કહેશો કે- આ શું?સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં પોપટલાલ બાથરૂમમાં હોય તેવો શોટ તૈયાર થઈ રહ્યો છે. આ બાથરૂમ પોપટલાલના ઘરમાં નહીં પરંતુ ક્લબ હાઉસમાં (club house)છે.પોપટલાલનું બાથરૂમ પણ હકીકતે બાથરૂમ નથી. લાકડાના મોટા ચોરસ ટુકડાને આકાર આપીને દિવાલો ઊભી કરવામાં આવી છે અને બાથરૂમ જેવી સજાવટ કરવામાં આવી છે. બાથરૂમના સેટમાં પોપટલાલનો રોલ ભજવતા એક્ટર શ્યામ પાઠક (Shyam Patahk) ટચ-અપ કરાવતા જોવા મળી રહ્યા છે.આ જ તો છે સેટ નો કમાલ જેને આપણે પોપટલાલ નું ઘર સમજતા હતા તે હકીકત માં સ્ટુડિયો માં ઉભો કરવામાં આવેલ સેટ છે. આ વિડીયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : સુંદરલાલે ફરીથી માય ડિયર જીજાજી ને કર્યા હેરાન-દયાબેન ની વાપસી ને લઇ ને કહી આ વાત

સીરિયલની વાત કરીએ તો, હાલ જેઠાલાલની દુકાન(Jethalal shop) રિનોવેટ થઈ ગઈ છે અને તેના ઉદ્ધાટન માટે લાંબા સમય બાદ દયાભાભી અમદાવાદથી (Ahmedabad)પાછા આવી રહ્યા છે. ગોકુલધામમાં દયાભાભીના આવવાની ખુશી છે તો જેઠાલાલ માટે તો બેવડો આનંદ છે. હવે દયાભાભી ખરેખર ગડા ઈલેક્ટ્રોનિક્સના ઉદ્ઘાટનમાં આવે છે કે કેમ? એ તો શોના આગામી એપિસોડમાં જ ખબર પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More