આ અભિનેત્રીનું 24 વર્ષની વયે થયું નિધન, બે વખત કેન્સરને હરાવ્યું પરંતુ હાર્ટ એટેકે લીધો જીવ

Bengali actress Aindrila Sharma passes away cardiac arrest

 News Continuous Bureau | Mumbai

24 વર્ષ ની બંગાળી અભિનેત્રી એંદ્રિલા શર્મા (aindrila sharma) નું ગઈકાલે નિધન થયું છે. તેને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) થયો હતો અને ગઈકાલે રાત્રે તેને સીપીઆરપી (CPR) પણ આપવામાં આવ્યું હતું. જોકે તેની હાલત ખૂબ જ ગંભીર (serious) હતી અને તેણે 12:59 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ડોકટરો સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને વેન્ટિલેટર (ventilator) પર પણ રાખવામાં આવી હતી પરંતુ તેની તબિયત વધુ ખરાબ થતી ગઈ અને અંતે તેનું નિધન (death) થયું.

એંદ્રિલા કેન્સર સર્વાઈવર (cancer survivor) પણ હતી. તેણે બે વખત કેન્સરને હરાવ્યું હતું. તાજેતરમાં, ડૉક્ટરે તેને કેન્સર મુક્ત (cancer free) જાહેર કરી અને તેણે અભિનયની દુનિયામાં ફરીથી પ્રવેશ કર્યો. જોકે, 1 નવેમ્બરના રોજ એંદ્રિલાને ફરીથી હોસ્પિટલમાં દાખલ  કરવી પડી હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેને બ્રેઈન સ્ટ્રોક (brain stroke) આવ્યો હતો. એંદ્રિલાને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ડૉક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો

એંદ્રિલા શર્મા બંગાળી દર્શકો (Bengali) માટે જાણીતું નામ છે. તેણે ટેલિવિઝન શો ‘ઝૂમર’થી શોબિઝની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘જીઓ કાથી’ અને’ જીવન જ્યોતિ’ જેવી ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું. તે ‘ભાગેર’ નામની વેબ સિરીઝમાં (web series) પણ જોવા મળી હતી. તેમાં તેનો બોયફ્રેન્ડ સબ્યસાચી પણ જોવા મળ્યો હતો. એંદ્રિલા ની બગડતી તબિયતને કારણે ઘણા બંગાળી કલાકારોએ (Bengali actors) પણ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. જો કે, હવે તેનું નિધન થઈ ગયું છે અને તેના ચાહકો આઘાતમાં છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનો ધસારો છે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!