News Continuous Bureau | Mumbai
24 વર્ષ ની બંગાળી અભિનેત્રી એંદ્રિલા શર્મા (aindrila sharma) નું ગઈકાલે નિધન થયું છે. તેને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) થયો હતો અને ગઈકાલે રાત્રે તેને સીપીઆરપી (CPR) પણ આપવામાં આવ્યું હતું. જોકે તેની હાલત ખૂબ જ ગંભીર (serious) હતી અને તેણે 12:59 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ડોકટરો સતત તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેને વેન્ટિલેટર (ventilator) પર પણ રાખવામાં આવી હતી પરંતુ તેની તબિયત વધુ ખરાબ થતી ગઈ અને અંતે તેનું નિધન (death) થયું.
એંદ્રિલા કેન્સર સર્વાઈવર (cancer survivor) પણ હતી. તેણે બે વખત કેન્સરને હરાવ્યું હતું. તાજેતરમાં, ડૉક્ટરે તેને કેન્સર મુક્ત (cancer free) જાહેર કરી અને તેણે અભિનયની દુનિયામાં ફરીથી પ્રવેશ કર્યો. જોકે, 1 નવેમ્બરના રોજ એંદ્રિલાને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેને બ્રેઈન સ્ટ્રોક (brain stroke) આવ્યો હતો. એંદ્રિલાને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ડૉક્ટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો
એંદ્રિલા શર્મા બંગાળી દર્શકો (Bengali) માટે જાણીતું નામ છે. તેણે ટેલિવિઝન શો ‘ઝૂમર’થી શોબિઝની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘જીઓ કાથી’ અને’ જીવન જ્યોતિ’ જેવી ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું. તે ‘ભાગેર’ નામની વેબ સિરીઝમાં (web series) પણ જોવા મળી હતી. તેમાં તેનો બોયફ્રેન્ડ સબ્યસાચી પણ જોવા મળ્યો હતો. એંદ્રિલા ની બગડતી તબિયતને કારણે ઘણા બંગાળી કલાકારોએ (Bengali actors) પણ તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી. જો કે, હવે તેનું નિધન થઈ ગયું છે અને તેના ચાહકો આઘાતમાં છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોનો ધસારો છે.