ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
'ભાભીજી ઘર પર હૈ' ફેમ નેહા પેંડસે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અભિનેત્રીએ શોમાં અનિતા ભાભીના રોલથી ચાહકોના દિલો પર રાજ કર્યું. લેટેસ્ટ અપડેટ મુજબ અભિનેત્રી જલ્દી જ શો છોડી રહી છે. જો કે અભિનેત્રી તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.નેહા પેંડસેએ ઓગસ્ટ 2020 માં ભાભીજી ઘર પર હૈ માં સૌમ્યા ટંડનનું સ્થાન લીધું. સૌમ્યાની જગ્યાએ નેહાએ 'ગોરી મેમ' બનીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ નેહા બે મહિનામાં શો છોડવા જઈ રહી છે. મેકર્સ તેની જગ્યાએ નવી અનિતા ભાભીને શોધી રહ્યા છે. આ રોલ માટે ઘણી અભિનેત્રીઓએ ઓડિશન આપ્યું છે.
એક યુનિટ હેન્ડે કહ્યું, હા, અમે અનિતા ભાભીના પાત્ર માટે નવી અભિનેત્રી મેળવવાની અને અભિનેત્રીઓના ઓડિશન લેવાની પ્રક્રિયામાં છીએ. કોઈને થોડા અઠવાડિયામાં ફાઈનલ કરવામાં આવશે. નેહાનો એક વર્ષનો કોન્ટ્રાક્ટ એપ્રિલમાં પૂરો થશે અને તે તેને રિન્યુ કરાવવા માટે ઉત્સુક નથી.આ અહેવાલ અનુસાર, તેણીએ શો છોડવાનું મુખ્ય કારણ તેની લાંબી મુસાફરી છે. અભિનેત્રીને સેટથી ઘરે અને પાછા સેટ પર જવા માટે ઘણો સમય લાગે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી છે. નિર્માતાઓ અને અભિનેત્રીએ વિચાર્યું હતું કે તેઓ તેને મેનેજ કરશે પરંતુ હવે તે મુશ્કેલ લાગે છે.
અક્ષય કુમારે કરીના કપૂર વિશે સૈફને આપી હતી ચેતવણી,અભિનેત્રી ને લઈ ને કહી હતી આવી વાત; જાણો વિગત
તમને જણાવી દઈએ કે નેહાના શો છોડવાના સમાચાર પહેલીવાર સામે આવ્યા નથી, આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું છે જ્યારે તેને શોમાંથી હટાવવાના સમાચાર સામે આવ્યા છે. તો હવે આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો થોડાક અઠવાડિયામાં જ ખબર પડશે.