Shubhangi Atre : ‘ભાભી જી ઘર પર હૈ’ માં થોડો સમય જોવા નહીં મળે અંગુરી ભાભી! આ કારણે શો માંથી બ્રેક લઇ રહી છે અભિનેત્રી શુભાંગી અત્રે

Shubhangi Atre : હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે શુભાંગી શોમાંથી થોડો બ્રેક લઈ રહી છે. તે ઘણા વર્ષોથી આ શો સાથે જોડાયેલી રહીને લોકોને હસાવી રહી છે.

bhabhi ji ghar par hai shubhangi atre is taking a break from the show

bhabhi ji ghar par hai shubhangi atre is taking a break from the show

News Continuous Bureau | Mumbai

Shubhangi Atre : ટીવી જગતની જાણીતી અભિનેત્રી શુભાંગી અત્રે આજે ઘર ઘર માં ‘ભાભી જી’(angoori bhabhi) ના નામથી પ્રખ્યાત છે. શુભાંગી નો આ શો દર્શકોમાં ઘણો લોકપ્રિય છે અને લોકો તેના અભિનયના વખાણ પણ કરી રહ્યા છે. હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે તે શોમાંથી થોડો બ્રેક(break) લઈ રહી છે. તે ઘણા વર્ષોથી આ શો સાથે જોડાયેલી રહીને લોકોને હસાવી રહી છે. તો ચાલો જાણીએ કે અભિનેત્રી શા માટે બ્રેક લઈ રહી છે.

Join Our WhatsApp Community

શુભાંગી અત્રે લેશે બ્રેક

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર,શુભાંગી તેની દીકરીના અભ્યાસને કારણે શોમાંથી(show) બ્રેક લઈ રહી છે. અભિનેત્રી(actress) લગભગ એક મહિના માટે યુએસએ જઈ રહી છે. છૂટાછેડા પછી શુભાંગી તેની દીકરીના(daughter) ભણતરનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. તેની પુત્રી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવા વિદેશ(Abroad) જઈ રહી છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તેની પુત્રીને યુએસએમાં સેટલ કરવા માટે થોડા દિવસોની રજા લઈ રહી છે. જો કે, નિર્માતા અભિનેત્રીને શોમાં પાછા લાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.તમને જણાવી દઈએ કે શુભાંગી અત્રે છેલ્લા ઘણા દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં, અભિનેત્રીએ થોડા દિવસો પહેલા ચાહકોને કહ્યું હતું કે તે તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે. બંનેએ લગ્નના 19 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : RBI: RBIના ડેટા અનુસાર 31 જુલાઈ સુધી 2000 રુપિયાની નોટોનો 88 ટક્કા નોટો બેંકમાં પરત આવી.. જાણો 2000 રુપિયાની નોટ બદલાવાની અંતિમ તારીખ.. સંપુર્ણ વિગતો વાંચો અહીં…

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version