News Continuous Bureau | Mumbai
Akshara singh: જે દિવસ ની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો છે. આજે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો દિવસ છે. અયોધ્યા નગરી સાથે પૂરો દેશ આજે રામ ભક્તિ માં લીન થઇ ગયો છે. બોલિવૂડ થી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રી, રાજનેતા, ઉદ્યોગ જગત સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ ને આ કાર્યક્રમ નું આમન્ત્રણ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિ માં ભોજપુરી અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહ અયોધ્યા માં છે અને તે જગદગુરુ રામભદ્રાચાર્યને પણ મળી અને તેમના આશીર્વાદ લીધા હતા. હવે અક્ષરા સિંહ ની જગદગુરુ સાથેની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અક્ષરા સિંહ એ લીધા જગદગુરુ રામભદ્રાચાર્ય ના આશીર્વાદ
રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ અયોધ્યા પહોંચી છે. આ દરમિયાન તેને જગદગુરુ રામભદ્રાચાર્ય ની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતી. આ દરમિયાનનો વિડીયો અક્ષરા સિંહે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
शब्द कहा से लाऊँ इस क्षण को व्यक्त करने के लिए 😭🙏🚩#रामसबकेहैं @JagadguruJi #jaishreeram #jagatgururambhadracharyaji #ramsabkehain #aksharasingh pic.twitter.com/sa06ir6DXQ
— AKSHARA SINGH (@AKSHARASINGH1) January 21, 2024
આ દરમિયાન અક્ષરા સિંહે જગદગુરુ રામભદ્રાચાર્ય સામે રામ ભજન પણ ગાયું હતું. અક્ષરા સિંહ નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: આ રીતે થઇ હતી ઐશ્વર્યા અને અભિષેક ની સરપ્રાઈઝ રોકા સેરેમની, અભિનેત્રી નો જૂનો વિડીયો થયો વાયરલ