ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022
મંગળવાર
લોકપ્રિય વેબ સીરિઝ 'મસ્તરામ'માં કામ કરી ચુકેલી અભિનેત્રી રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં, રાની ચેટર્જીએ તેના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જેમાં તે પીરોજ કલરના બોલ્ડ ડ્રેસમાં કિલર લુકમાં દેખાઈ રહી છે.
ફોટામાં રાની ચેટર્જી લાલ ડાર્ક લિપસ્ટિક, કાનમાં મોટી બુટ્ટીઓમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રાની ચેટરજીની આ તસવીરો જોઈને લોકો સોશિયલ મીડિયા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.
તસવીરોમાં રાની ચેટર્જી અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
એક્ટિંગની સાથે રાની ચેટર્જીએ પોતાના લુક પર પણ ઘણું કામ કર્યું છે. લાંબા સમયથી તે પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહી હતી.
રાની ચેટરજીની આ સફર ખૂબ જ પ્રશંસનીય છે. તે એક એવી કલાકાર છે, જે પોતાનું કામ ખંતથી કરે છે. તેથી જ આગામી દિવસોમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સ માં જોવા મળશે.