મનોરંજન ઉદ્યોગમાં ફરી શોક ની લહેર: આ ભોજપુરી દિગ્દર્શકનું શંકાસ્પદ હાલતમાં થયું મોત, હોટલના રૂમમાંથી મળી લાશ

ભોજપુરી દિગ્દર્શક સુભાષ ચંદ્ર તિવારીનું નિધન થયું છે. તે હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફિલ્મના શૂટિંગ માટે તે પોતાની ટીમ સાથે ઉત્તર પ્રદેશની એક હોટલમાં રોકાયો હતો

by Zalak Parikh
મનોરંજન ઉદ્યોગમાં ફરી શોક ની લહેર: આ ભોજપુરી દિગ્દર્શકનું શંકાસ્પદ હાલતમાં થયું મોત, હોટલના રૂમમાંથી મળી લાશ

છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિનેમા જગતમાંથી સતત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી જગતે તેના ત્રણ રત્નો ગુમાવ્યા છે ત્યારે આજે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના દિગ્દર્શક સુભાષ ચંદ્ર તિવારી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં તેમની હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. એક ફિલ્મના શૂટિંગ માટે તે પોતાની ટીમ સાથે હોટલ તિરુપતિમાં રોકાયો હતો. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, સુભાષે 24 મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

 

હોટલ ના રૂમ માં મળી સુભાષ ચંદ્ર તિવારી ની લાશ 

ભોજપુરી ફિલ્મ નિર્દેશક સુભાષ ચંદ્ર તિવારી ઉત્તર પ્રદેશમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે પોતાની આખી ટીમ સાથે અહીં એક હોટલમાં રોકાયો હતો. તે હોટલના એ જ રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એ મીડિયા ને કહ્યું, ‘તેના શરીર પર કોઈ ઘા દેખાતો નથી. મૃત્યુનું કારણ જાણવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ કરવામાં આવશે.’ સુભાષ ચંદ્ર તિવારી મહારાષ્ટ્રના રહેવાસી હતા. તેમના અંતિમ સંસ્કાર અને મૃત્યુના કારણ વિશે વધુ માહિતી સામે આવી નથી. 

આ સમાચાર પણ વાંચો: અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત ની મિત્ર નો દાવો, ‘ડ્રગ્સના કારણે નહીં બાથરૂમ માં પડી જવાથી થયું છે મારા મિત્રનું મોત’ જણાવી તે દિવસ ની ઘટના

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More