ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03 મે 2021
સોમવાર
ભોજપુરી ફિલ્મોની ક્વિન અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા હાલમાં તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે જે ઝડપથી વાયરલ થઈ જતા હોય છે.

અભિનેત્રી મોનાલીસા એ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા રેડ હોટ ડ્રેસમાં પોઝ આપતી નજર આવી રહી છે.હાઇ પોની, ઇયરિંગ અને રેડ લિપ્સ્ટિક તેનાં લૂકને કંપ્લીટ કરે છે.

આપને જણાવી દઈએ કે મોનાલીસા ભોજપુરી સિનેમાનું એક જાણીતુ નામ છે. તેણે ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કર્યા છે. મોનાલિસાને તેનાં અભિનયની સાથે સાથે તેનાં બોલ્ડ અવતાર માટે પણ ઓળખવામાં આવે છે. ‘

વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા આ દિવસોમાં ટીવી શો 'નમક ઇશ્ક કા'માં જોવા મળી રહી છે. મોનાલિસા કલર્સ ટીવીના વિવાદિત રિયાલીટી શૉ બિગ બૉસ 10માં પણ જોવા મળી હતી. જે બાદ તેની લોકપ્રિયતા વધી છે. આ શૉમાં નજરે આવ્યાં બાદ તે ઘર-ઘરમાં ચર્ચાનો વિષય બની હતી.