News Continuous Bureau | Mumbai
Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 2 ની સફળતા બાદ મેકર્સ તેનો ત્રીજી ભાગ ભૂલ ભુલૈયા 3 લાવી રહ્યા છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ સામે આવે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે જોવા મળશે. એનિમલ હિટ જતા એવા સમાચાર સામે આવ્યા હતા કે આ ફિલ્મ માટે મેકર્સ તૃપ્તિ ડીમરી નો સંપર્ક કરી રહ્યા છે. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3′ એક્ટ્રેસ પલક તિવારી ને લઈને ચર્ચા ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Tiger shroff and Disha patani: શું અક્ષય કુમારે કરાવ્યું ટાઇગર શ્રોફ અને દિશા પટાની નું પેચઅપ? જાણો વાયરલ વિડીયો ની હકીકત
ભૂલ ભુલૈયા 3 માટે પલક તિવારી વિશે ચાલી રહી છે વાત
કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની મુખ્ય અભિનેત્રી ની શોધ હજુ પુરી નથી થઇ. આ અગાઉ સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી વિશે ચર્ચા થઇ રહી હતી. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં પલક તિવારીને લેવાની વાત ચાલી રહી છે અને તે તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ફિલ્મમાં આ રોલ માટે પલક તિવારી લગભગ ફાઈનલ થઈ ગઈ છે. એક સૂત્રએ જણાવ્યું કે ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ માટે પલક માટે વાટાઘાટો ચાલી રહી છે અને વસ્તુઓ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે, માત્ર અંતિમ સ્પર્શ આપવાનો બાકી છે.. વસ્તુઓ ફાઇનલ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.’