News Continuous Bureau | Mumbai
Bhool bhulaiya 3: ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 માં કાર્તિક આર્યન જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થવાનું છે. આ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને ફાઈનલ કરવાનું કામ ચાલુ છે. તેવામાં હવે ફિલ્મની સ્ટાર કાસ્ટ ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ માં મંજૂલિકા ની એન્ટ્રી થઇ છે. આ મંજૂલિકા બીજું કોઈ નહીં પરંતુ ભૂલ ભુલૈયા ની ઓરીજીનલ મંજૂલિકા એટલેકે વિદ્યા બાલન છે.
‘ભૂલ ભુલૈયા 3’ માં થઇ વિદ્યા બાલન ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતા ‘ભૂલ ભુલૈયા 3’ને મનોરંજક બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પહેલી ફિલ્મ બાદ હવે વિદ્યા ત્રીજી ફિલ્મમાં મંજૂલિકા તરીકે વાપસી કરી રહી છે. વિદ્યા બાલનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને તે આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.ફિલ્મની હિરોઈનની વાત કરીએ તો મેકર્સે હજુ સુધી કોઈના નામની જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ અનુસાર સારા અલી ખાન આ ફિલ્મમાં કાર્તિક સાથે જોવા મળી શકે છે. જોકે, મેકર્સ હાલમાં આ રોલને લઈને અલગ-અલગ કલાકારો સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ હિરોઈન ફાઈનલ થઈ નથી. મેકર્સ એવી અભિનેત્રીની શોધમાં છે જે વિદ્યા બાલન સામે ટકી શકે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ભૂલ ભૂલૈયા વર્ષ 2007 માં રિલીઝ થઇ હતી આ ફિલ્મ માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ વર્ષ 2022 ફિલ્મ ભૂલ ભૂલૈયા નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 આવી આ ફિલ્મ માં અક્ષય ના સ્થાને કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ના સ્થાને તબુ આવી. હવે ફિલ્મ ભૂલ ભુલૈયા 2 બાદ ભૂલ ભુલૈયા 3 આવી રહી છે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Esha deol: શું ખરેખર ઈશા દેઓલ થઇ પતિ ભરત તખ્તાની થી અલગ? જાણો વાયરલ સમાચાર પાછળ ની હકીકત