News Continuous Bureau | Mumbai
Bhooth Bangla First Review: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્ગજ નિર્દેશક પ્રિયદર્શનની જોડી ફરી એકવાર ‘ભૂત બંગલા’ દ્વારા ધૂમ મચાવવા તૈયાર છે. 16 એપ્રિલથી ફિલ્મના પેડ પ્રિવ્યુ શરૂ થઈ રહ્યા છે, તે પહેલા ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ સામે આવ્યો છે. પ્રખ્યાત ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ ફિલ્મને શાનદાર ગણાવી છે અને તેને 4 સ્ટાર આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
હોરર અને કોમેડીનું શાનદાર મિશ્રણ
રમેશ બાલાએ પોતાના રિવ્યુમાં જણાવ્યું છે કે, ‘ભૂત બંગલા’ એક મલ્ટી-લેયર સુપરનેચરલ વાર્તા છે. ફિલ્મમાં જે બાબત સૌથી અલગ છે તે એ છે કે તે એક ભૂત અને જીવંત પાત્રો વચ્ચેના અનોખા સંબંધને સુંદર રીતે દર્શાવે છે. ફિલ્મમાં ડર અને કોમેડીનો એવો સમન્વય છે જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે. ‘વધૂસુર’ નામના ભૂતના ડરની આસપાસ વણાયેલી આ વાર્તામાં રહસ્ય પણ ભરપૂર છે.
#BhoothBangla : ⭐️⭐️⭐️⭐️
It unfolds as a layered supernatural tale rooted in the eerie legend of Vadhusur and a village long possessed by his dark presence, including the haunted bungalow itself. Beneath the horror lies an intriguing backstory that slowly reveals itself, adding… pic.twitter.com/LcqcfRGM62
— Ramesh Bala (@rameshlaus) April 15, 2026
રિવ્યુ મુજબ, અક્ષય કુમારે તેના કરિયરનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે. તે ગંભીર પળો અને કોમિક ટાઇમિંગ વચ્ચે ખૂબ જ સરળતાથી સ્વિચ કરે છે. તેની પંચલાઇન્સ પરફેક્ટ છે અને તે આખી ફિલ્મને પોતાના ખભા પર ટકાવી રાખે છે. આ ઉપરાંત પરેશ રાવલ અને રાજપાલ યાદવની જોડીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કોમેડીના મામલે તેમનો કોઈ તોડ નથી.રમેશ બાલાએ વધુમાં જણાવ્યું કે જો તમને વર્ષ 2007ની ‘ભૂલ ભુલૈયા’ પસંદ આવી હોય તો આ ફિલ્મ તમારી જૂની યાદોને તાજી કરશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઉત્તમ છે અને ઇન્ટરવલ પોઈન્ટ પર રુંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)