Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક

Bhooth Bangla Trailer: અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ૧૪ વર્ષ બાદ પરત ફરી; કોમેડીના ઓરિજિનલ કિંગ્સ સાથે હોરરનો ડબલ ડોઝ, ૧૬ એપ્રિલથી સિનેમાઘરોમાં ધમાકો

by Zalak Parikh
Bhooth Bangla Trailer: Akshay Kumar and Priyadarshan Return with a Horror-Comedy Riot

News Continuous Bureau | Mumbai

Bhooth Bangla Trailer: અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા પ્રિયદર્શન અને અક્ષયની સુપરહિટ જોડી લાંબા સમય બાદ સાથે જોવા મળી રહી છે. ટ્રેલરમાં કોમેડી અને હોરરનું અદભૂત મિશ્રણ જોવા મળે છે. ખાસ કરીને અક્ષય કુમાર તેના જૂના અંદાજમાં પરેશ રાવલ અને રાજપાલ યાદવ સાથે મળીને પ્રેક્ષકોને હસાવવા માટે સજ્જ છે. આ વખતે વાર્તા મંગલપુરની એક રહસ્યમય હવેલીની આસપાસ ફરે છે.

આ સમાચાર પણ વાંચો : Toaster Trailer: ફરાહ ખાન બની અનાથાશ્રમની માલિક! સાન્યા-રાજકુમારની ફિલ્મ ‘ટોસ્ટર’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

વધુસુરનો આતંક અને મંગલપુરની હવેલીનું રહસ્ય

ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, મંગલપુરની હવેલીમાં હજારો વર્ષો બાદ ‘વધુસુર’ પરત ફરવાનો છે. તે ચામાચીડિયાની સેના સાથે આવીને વિનાશ વેરવા માંગે છે. બીજી તરફ, લંડનથી પરત ફરેલો અર્જુન આચાર્ય (અક્ષય કુમાર) આ હવેલીમાં પોતાની બહેનના લગ્ન કરવા માંગે છે. પરંતુ ભૂતિયા શક્તિઓ અને કાળા જાદુના ચક્કરમાં કોમેડી અને ડરનો એવો ગોટાળો થાય છે કે દરેકનું મગજ ચકરાવે ચડી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)


ફિલ્મમાં તબ્બુના સીન્સ જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. તબ્બુનો દમદાર અભિનય ફરી એકવાર પ્રેક્ષકોને સરપ્રાઈઝ આપવા માટે તૈયાર છે. આ ઉપરાંત અક્ષયની સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વામિકા ગબ્બી, જીશુ સેનગુપ્તા અને મિથિલા પાલકર જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અક્ષયના રાજપાલ યાદવ અને અસરાની સાથેના કોમેડી સીન્સ ટ્રેલરની હાઈલાઈટ છે.આ ફિલ્મ ૧૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. ૧૬ એપ્રિલની રાત્રે ૯ વાગ્યાથી સિનેમાઘરોમાં એડવાન્સ પેઇડ પ્રિવ્યૂ પણ શરૂ થઈ જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More