News Continuous Bureau | Mumbai
Bhumi pednekar: બોલિવૂડ માં પોતાના શાનદાર અભિનય થી લોકો ના દિલ્મ માં જગ્યા બનવનાર અભિનેત્રી ભૂમિ પેડનેકર ડેન્ગ્યુની ઝપેટ માં આવી છે. અભિનેત્રી ને ડેન્ગ્યુ થયો છે.ભૂમિ એ પોતે આ વિશે માહિતી આપી છે. અભિનેત્રી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલમાંથી તેની એક તસવીર શેર કરી ને આ માહિતી આપી છે. તેમજ ભૂમિ એ લોકો ને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાની પણ સલાહ આપી છે.
ભૂમિ એ શેર કરી પોસ્ટ
ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલના બેડ પરથી પોતાની કેટલીક સેલ્ફી શેર કરી હતી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “એક ડેન્ગ્યુના મચ્છરે મને 8 દિવસ સુધી જબરદસ્ત ત્રાસ આપ્યો.” પણ આજે જ્યારે હું જાગી ત્યારે મને ‘વાહ’ જેવું લાગ્યું, તેથી મારે સેલ્ફી લેવી પડી.” આ સાથે ભૂમિ એ ચાહકોને ડેન્ગ્યુ વિશે સાવચેત રહેવાની અપીલ કરતાં લખ્યું, “મિત્રો, સાવચેત રહો, કારણ કે છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતા. આ સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ પડતા પ્રદૂષણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને સૌથી વધુ અસર થઈ છે. હું જાણું છું એવા ઘણા લોકોને તાજેતરમાં ડેન્ગ્યુ થયો છે. એક અદ્રશ્ય વાયરસે મારી હાલત ખરાબ કરી દીધી. મારી આટલી સારી કાળજી લેવા બદલ મારા ડૉક્ટરોનો આભાર, @hindjahospital @bajankhusrav #DrAgarwal. નર્સિંગ, કિચન અને સફાઈ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર જેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ હતા. સૌથી વધુ મા, સમુ અને મારી તનુ.”
View this post on Instagram
ભૂમિ પેડનેકરની આ પોસ્ટ પછી, સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Shahid kapoor: ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં સ્ટેજ પર પરફોર્મ કરતા શાહિદ કપૂર સાથે બની એક ઘટના,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો