Site icon

Bhumi pednekar: આ બીમારીની ઝપેટમાં આવી ભૂમિ પેડનેકર, હોસ્પિટલના બેડ પર થી તસવીર શેર કરી લોકોને આપી આવી સલાહ

Bhumi pednekar: બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર ને ડેન્ગ્યુ થયો છે. તેને હોસ્પિટલમાંથી પોતાની તસવીર શેર કરી ને આ માહિતી આપી છે તેમજ લોકો ને સલાહ પણ આપી છે

bhumi pednekar has dengue actress share her photo and appeal to her fans

bhumi pednekar has dengue actress share her photo and appeal to her fans

News Continuous Bureau | Mumbai

Bhumi pednekar: બોલિવૂડ માં પોતાના શાનદાર અભિનય થી લોકો ના દિલ્મ માં જગ્યા બનવનાર અભિનેત્રી ભૂમિ પેડનેકર ડેન્ગ્યુની ઝપેટ માં આવી છે. અભિનેત્રી ને ડેન્ગ્યુ થયો છે.ભૂમિ એ પોતે આ વિશે માહિતી આપી છે. અભિનેત્રી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલમાંથી તેની એક તસવીર શેર કરી ને આ માહિતી આપી છે. તેમજ ભૂમિ એ લોકો ને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાની પણ સલાહ આપી છે. 

Join Our WhatsApp Community

 

ભૂમિ એ શેર કરી પોસ્ટ 

ભૂમિ પેડનેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલના બેડ પરથી પોતાની કેટલીક સેલ્ફી શેર કરી હતી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “એક ડેન્ગ્યુના મચ્છરે મને 8 દિવસ સુધી જબરદસ્ત ત્રાસ આપ્યો.” પણ આજે જ્યારે હું જાગી ત્યારે મને ‘વાહ’ જેવું લાગ્યું, તેથી મારે સેલ્ફી લેવી પડી.” આ સાથે ભૂમિ એ ચાહકોને ડેન્ગ્યુ વિશે સાવચેત રહેવાની અપીલ કરતાં લખ્યું, “મિત્રો, સાવચેત રહો, કારણ કે છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ હતા. આ સમયે તમારી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. વધુ પડતા પ્રદૂષણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિને સૌથી વધુ અસર થઈ છે. હું જાણું છું એવા ઘણા લોકોને તાજેતરમાં ડેન્ગ્યુ થયો છે. એક અદ્રશ્ય વાયરસે મારી હાલત ખરાબ કરી દીધી. મારી આટલી સારી કાળજી લેવા બદલ મારા ડૉક્ટરોનો આભાર, @hindjahospital @bajankhusrav #DrAgarwal. નર્સિંગ, કિચન અને સફાઈ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર જેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ હતા. સૌથી વધુ મા, સમુ અને મારી તનુ.”


ભૂમિ પેડનેકરની આ પોસ્ટ પછી, સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Shahid kapoor: ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં સ્ટેજ પર પરફોર્મ કરતા શાહિદ કપૂર સાથે બની એક ઘટના,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version