News Continuous Bureau | Mumbai
અભિનેત્રી ભૂમિ પેડનેકર(Bhumi pednekar) બોલિવૂડમાં તેના શાનદાર અભિનયની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ બોલિવૂડમાં (bollywood)એક ખાસ સ્થાન બનાવ્યું છે. ભૂમિ પેડનેકર મોટાભાગે સામાજિક ફિલ્મો કરવા માટે પણ જાણીતી છે. ચાહકો તેને દરેક ફિલ્મમાં ખૂબ પસંદ કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા(social media)પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર એકથી એક પોસ્ટ દ્વારા ચાહકોના દિલ જીતતી રહે છે. ભૂમિ ક્યારેક બોલ્ડ તો ક્યારેક દેશી સ્ટાઈલમાં તસવીરો શેર કરે છે.

હાલમાં જ ભૂમિ પેડનેકરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ(post photo) કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ (glamorous)લાગી રહી છે. આ તસવીરોમાં કિલર સ્માઈલથી ફેન્સનું દિલ લૂંટી રહી છે.

ભૂમિના લુકની વાત કરીએ તો તેણે ઓરેન્જ કલરનું બ્રેલેટ (orange brelet)પહેર્યું છે. આની ઉપર અભિનેત્રીએ ખુલ્લું શર્ટ પહેર્યું છે.

મેક-અપની વાત કરીએ તો અભિનેત્રીએ હળવા શેડમાં લિપસ્ટિક(lipstick) લગાવી છે અને તેના વાળ પાછળના ભાગે બાંધ્યા છે.અભિનેત્રી એ પોતાનો લુક સિમ્પલ(simple look) રાખ્યો છે.

અભિનેત્રીની આ તસવીર ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. આના પર ઘણા ફેન્સ હાર્ટ એન્ડ ફાયર(heart and fire) રિએક્શન આપી રહ્યા છે.

ભૂમિની આ તસવીરો પર કોમેન્ટ કરતાં હુમા કુરેશીએ તેને 'કોપી કેટ' (copy cat)કહી.કેમકે તેણે બે દિવસ પહેલા આ જ પોઝમાં પોતાની તસવીરો શેર કરી હતી અને હવે ભૂમિએ પણ તે જ સ્ટાઈલમાં તસવીરો શેર કરી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર છેલ્લે રાજકુમાર રાવ સાથે ‘બધાઈ દો’ (Badhai Do)માં જોવા મળી હતી. આ ફિલ્મ સમલૈંગિકતા પર આધારિત હતી. ભૂમિની આગામી ફિલ્મો 'રક્ષાબંધન' (Rakshabandhan)અને 'મિસ્ટર લેલે' છે. રક્ષાબંધનમાં તે અક્ષય કુમાર સાથે લીડ રોલમાં છે. આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધોની ખાટી-મીઠી વાર્તાઓ પર આધારિત છે. રક્ષાબંધન 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ સમાચાર પણ વાંચો : એક વિલન રિટર્ન્સ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં દિશા પટની નો લૂક જોઈને ફેન્સ થઈ ગયા આશ્ચર્યચકિત-પૂછ્યું કે શું નાક અને હોઠની સર્જરી થઈ છે?-જુઓ અભિનેત્રી ના ફોટોગ્રાફ્સ