News Continuous Bureau | Mumbai
Imli: સ્ટારપ્લસ નો શો ઈમલી લોકોનો ફેવરિટ શો છે. આ શો ટીવીના ટોપ ટીઆરપી શો માંથી એક છે તેનું શૂટિંગ ગોરેગાંવ ફિલ્મસિટીમાં થાય છે. આ દરમિયાન સેટ પર ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક મજૂરે જીવ ગુમાવ્યો, જેનું નામ મહેન્દ્ર યાદવ હતું અને તે લાઇટમેન તરીકે કામ કરતો હતો. મહેન્દ્ર યાદવની ઉંમર માત્ર 23 વર્ષ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના બાદ મેકર્સ અને ચેનલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
ઈમલી ના સેટ પર થઇ દુર્ઘટના
ઇમલી ના સેટ પર લાઇટ બોયને ઇલેક્ટ્રીક કરંટ લાગતા શો ની ટીમ તેને હોસ્પિટલ લઇ ગઇ હતી પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું નિધન થઇ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેનલ અને મેકર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. AICWA (ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન)ના પ્રમુખે આ દુર્ઘટના બાદ 3 નિવેદન આપ્યા છે. જેમાં શોના નિર્માતા ગુલ ખાન, PH 4 લાયન ફિલ્મ્સ અને ચેનલ વતી કાર્યવાહી કરતી વખતે જીવ ગુમાવનાર મજૂરના પરિવારને 50 લાખ રૂપિયા આપવામાં આવે અને ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને કમિશનર ને તાત્કાલિક રાજીનામું આપવાની પણ માંગ કરવામાં આવી છે..
આ સમાચાર પણ વાંચો: Aaradhya Bachchan: ફરી ટ્રોલર્સ ના નિશાના પર આવી ઐશ્વર્યા ની પુત્રી આરાધ્યા બચ્ચન, આ વસ્તુ બની બબાલ નું કારણ
ઇમલી ના સેટ પર નહોતી સેફટી
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘ઇમલી’ સિરિયલના નિર્માતા, પ્રોડક્શન હાઉસ અને ચેનલે સેટ પર કોઈ સલામતી જાળવી ન હતી, જેના કારણે કાર્યકરનો જીવ ગયો. ફિલ્મસિટીમાં અનેક અકસ્માતો થઈ રહ્યા છે. ઘણી વખત સેટ પર આગ, દીપડાના હુમલા અને વીજ કરંટથી કામદારોના મૃત્યુ ના કિસ્સાઓ બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મુખ્ય કારણ સેટ પર સેફ્ટી ગિયર્સની ગેરહાજરી છે. સેટ પર કામ કરતા લોકોનું કહેવું છે કે આ મામલાને દબાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ફિલ્મના સેટ પર બનતી આવી અનેક ઘટનાઓને દબાવી દેવામાં આવે છે.અને તેની નોંધ પણ લેવામાં નથી આવતી.