ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બિગ બુલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અભિષેકે હર્ષદ મહેતાનો રોલ ભજવ્યો છે. ફિલ્મ 1992માં ભારતીય સ્ટોક માર્કેટમાં થયેલા સૌથી મોટા સ્કેમ પર આધારિત છે. આ ફિલ્મને અજય દેવગન તથા આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. કૂકી ગુલાટીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 8 એપ્રિલના રોજ ‘ધ બિગ બિલ’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ગત વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ લૉકડાઉનને કારણે રિલીઝ થઈ શકી નહોતી.
અભિનેત્રી કવિતા કૌશિકએ શેર કરી બોલ્ડ તસવીરો, ગોવા બીચ માણી રહી છે વેકેશનની મજા. જુઓ તસવીરો..
