Ranveer Singh Dhurandhar: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ના સેટ પર મોટો અકસ્માત, 100 થી વધુ લોકો બીમાર પડતા હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ

Ranveer Singh Dhurandhar: લેહમાં શૂટિંગ દરમિયાન 100 થી વધુ ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઈઝનિંગ, તપાસ માટે ફૂડ સેમ્પલ લેવાયા

by Zalak Parikh
Big Incident on Ranveer Singh's Film Set, Over 100 People Hospitalized

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Dhurandhar: બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ હાલમાં ડિરેક્ટર આદિત્ય ધરની આગામી ફિલ્મ ‘ધુરંધર’ ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં સારા અલી ખાન, આર. માધવન, સંજય દત્ત, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના શૂટિંગ સેટ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેહમાં શૂટિંગ દરમિયાન ક્રૂ મેમ્બર્સ સાથે એક મોટો અકસ્માત થયો છે.

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: ‘બિગ બોસ 19’ માં પ્રવેશ પહેલા અશનૂર કૌર અને હુનર હાલી પહોંચી ગુરુદ્વારા, જુઓ વિડીયો

અચાનક 100થી વધુ લોકો બીમાર પડ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે સાંજે ફિલ્મની ટીમ સાથે જોડાયેલા 100 થી વધુ લોકો અચાનક બીમાર પડ્યા. તેમને ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બધા લોકોને પેટમાં દુખાવો, ઉલટી અને માથાનો દુખાવો જેવી ફરિયાદો હતી, જેના કારણે તેમને સજલ નાર્બુ મેમોરિયલ (SNM) હોસ્પિટલ, લેહમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેને સામૂહિક ફૂડ પોઈઝનિંગનો કેસ ગણાવ્યો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લગભગ 600 લોકોએ તે દિવસે સેટ પર ભોજન કર્યું હતું. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે ખોરાકના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર્દીઓની સંખ્યા વધુ હોવા છતાં, હોસ્પિટલના સ્ટાફે સ્થિતિને સારી રીતે સંભાળી હતી. પોલીસે પણ ઇમરજન્સી વોર્ડમાં ભીડને કાબૂમાં રાખી હતી, જેથી કોઈ પણ પ્રકારની ગભરાટ ન ફેલાય. હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે દર્દીઓની હાલત હાલ સ્થિર છે અને મોટાભાગના લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ ઘટના અંગે ફિલ્મ નિર્માતાઓ અથવા રણવીર સિંહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More