Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.

Mirzapur The Movie। ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે આ કલ્ટ ક્રાઈમ સાગા; નવી મહિલા પાત્રો સાથે વાર્તામાં આવશે નવો વળાંક.

by Zalak Parikh
Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.

 

News Continuous Bureau | Mumbai

Mirzapur The Movie। ભારતની સૌથી લોકપ્રિય ક્રાઈમ સાગામાંની એક ‘મિર્ઝાપુર’ હવે તેના સૌથી મોટા ચેપ્ટર સાથે મોટા પડદે આવવા માટે સજ્જ છે. ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ રિલીઝ થનારી ‘મિર્ઝાપુર ધ મૂવી’ દર્શકોને પહેલા ક્યારેય ન જોયો હોય તેવો ભવ્ય અને તીવ્ર સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપી રહી છે. આ ફિલ્મમાં માત્ર જૂના આઈકોનિક પાત્રો જ નહીં, પરંતુ નવી એન્ટ્રી પણ વાર્તાને વધુ ઊંડાણ અને રોમાંચ આપશે.

મહિલા પાત્રોનું વધશે વર્ચસ્વ

મિર્ઝાપુર સિરીઝે અગાઉ બીના ત્રિપાઠી, ગોલુ અને સ્વીટી જેવા મજબૂત મહિલા પાત્રો આપ્યા છે, જેમણે પુરુષ-પ્રધાન વાર્તામાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. હવે ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘મિર્ઝાપુર: ધ મૂવી’ માં પ્રેક્ષકોને હજુ પણ વધુ નવા અને શક્તિશાળી મહિલા પાત્રો જોવા મળી શકે છે. આ નવા પાત્રો ફિલ્મના ‘પાવર ગેમ’ ને વધુ રસપ્રદ અને ખતરનાક બનાવશે, જે વાર્તાના પ્રવાહને સંપૂર્ણપણે બદલી નાખશે.

મોટા સ્કેલ પર રિલીઝ અને દમદાર એક્શન

રિપોર્ટ્સ મુજબ, ‘મિર્ઝાપુર: ધ મૂવી’ અગાઉની સિરીઝ કરતા ઘણી મોટી, ડાર્ક અને સિનેમેટિક હશે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિક્વન્સ, નવા પાત્રો અને જૂના ચાહકોના પ્રિય ચહેરાઓની વાપસી જોવા મળશે. આ ફિલ્મ ફ્રેન્ચાઈઝી માટે એક રોમાંચક નવો તબક્કો હશે. સિરીઝના પ્રથમ સીઝનથી જે લોકપ્રિયતા પંકજ ત્રિપાઠીના ‘કાલીન ભૈયા’ અને અલી ફઝલના ‘ગુડ્ડુ પંડિત’ ને મળી હતી, તે જ ઉત્સાહને હવે મોટા પડદે આ ભવ્ય સ્કેલ પર લાવવાની તૈયારી છે.

કલ્ટ સિરીઝનો મોટા પડદે પ્રવેશ

વર્ષ ૨૦૧૬માં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી આ સીરીઝની આ સફર હવે થિયેટરો સુધી પહોંચી છે. અત્યાર સુધી આ સિરીઝના ત્રણ સીઝન બની ચૂક્યા છે, પરંતુ ચાહકોમાં પ્રથમ સીઝનનો ક્રેઝ આજે પણ અકબંધ છે. હવે, આ કલ્ટ ક્રાઈમ ડ્રામા જ્યારે મોટા પડદા પર આવશે, ત્યારે તે બોક્સ ઓફિસ પર પણ તેવો જ ઈતિહાસ રચશે તેવી અપેક્ષા છે. ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More