ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શનિવાર
લોકપ્રિય રિયાલિટી શો Big Boss-15 ના પહેલા છ સપ્તાહ OTT પર પ્રસારિત થશે અને પછી ધીરે-ધીરે ટેલિવિઝન પર પણ પ્રસારિત થશે. સાથે જ શોનું નામ પણ બદલાઈ ગયું છે. હવે શો Big Boss OTTના નામે ઓળખવામાં આવશે. Big Boss OTT વૂટ પર સ્ટ્રીમ થશે અને એ એક જનતા ફૅક્ટર આપશે. જેમાં જનતા પણ ડિસાઇડ કરી શકશે કે આ ખેલાડીને શોની બહાર કરવો કે નહીં. વૂટ સિલેક્ટના પ્રમુખ ફરજાદ પાલિયાએ કહ્યું કે, વૂટમાં કન્ટેન્ટની આસપાસના અનુભવ અને નવા વિચારોની અમારી રણનીતિ સૌથી આગળ છે. Big Boss સિઝનમાં જબરજસ્ત સફળતા મળી છે અને એ ભારતનો સૌથી મોટો એન્ટરટેઇન કરતો શો બની ગયો છે. Big Bossનો શુભારંભ ડિજિટલ દ્દૃષ્ટિકોણને મજબૂત કરવા તરફ પહેલું પગલું છે.
Big Bossની પૂર્વ કન્ટેસ્ટન્ટ અને વિજેતા શ્વેતા તિવારી પણ OTTને લઈને ઘણી જ એક્સાઇટેડ છે. તે કહે છે કે, હું આ જાણીને ખૂબ ખુશ અને ઉત્સાહિત છું કે મારો ફેવરિટ રિયાલિટી શો વર્ષની શરૂઆતમાં આવી રહ્યો છે અને મારા માટે Big Boss જીવન બદલી દેનારો અનુભવ. આ શોએ મને એક કલાકારના રૂપમાં મારું વ્યક્તિત્વ જાણવાની તક આપી અને મને સહનશીલ બનાવી છે.