ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
'બિગ બોસ 14'માં ચેલેન્જર્સના આગમનથી ઘરનો માહોલ બદલાઈ ગયો છે. બિગબોસના ઘરમાં જોરદાર ચહલ- પહલ જોવા મળી રહી છે. ત્યારે ચેલેન્જર્સ અને જૂના ચાર સ્પર્ધકો પણ આ શોને જીતવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજના એપિસોડમાં ત્રણ દમદાર સ્પર્ધકો ની શોમાં વાપસી થશે.
સીઝન -1 ની દિગ્ગજ ખેલાડી રાખી સાવંત મનોરંજનના ડબલ ડોઝ સાથે ઘરમાં એન્ટ્રી કરશે, તો તેની સાથે તાજેતરની સીઝનના બે ખિલાડી અલી ગોની અને નિક્કી તંબોલી પણ ઘરમાં પરત ફરશે. આ ત્રણેય એપિસોડ કન્ટેસ્ટન્ટ શુક્રવારના એપિસોડમાં પાછા ફરવાના છે.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના અંતમાં નિક્કી તંબોલી બેઘર થઈ ગઈ હતી. તે છ ફાઇનલિસ્ટમાં સામેલ હતી. જ્યારે વાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશનાર એલી ગોની ટાસ્ક ગુમાવ્યા બાદ ઘરની બહાર નીકળી ગયો હતો. તેને અને તેની બીએફએફ જસ્મિન ભસીને પરસ્પર નિર્ણય લેવો પડ્યો હતો કે કોને બેઘર કરવામાં આવે અને તેણે બહાર નીકળવાનું પસંદ કર્યું.
જોકે, હજી એ સ્પષ્ટ નથી થયું કે અલી ગોની અને નિક્કી તંબોલી સ્પર્ધકોની ભૂમિકા ભજવશે કે પછી કોઈ ચોક્કસ સેગમેન્ટ માટે 'બિગ બોસ 14' ના ઘરે પ્રવેશ કર્યો છે.