News Continuous Bureau | Mumbai
Archana gautam: સલમાન ખાન નો બહુ ચર્ચિત શો બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ હાલ હોસ્પિટલ માં દાખલ છે. અર્ચના એ પોતે આ વાત ના સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા છે. તેને તેના સોશિયલ મીડિયા પર તેની હોસ્પિટલમાંથી તસવીર શેર કરી છે. અને આ સાથે તેને એ પણ જણાવ્યું છે કે તેની આવી તબિયત પાછળ કોણ જવાબદાર છે.
અર્ચના ગૌતમે શેર કરી તસવીર
અર્ચના ગૌતમે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ઇન્જેક્ટેડ હાથ સાથે બેડ પર સૂતેલી જોવા મળે છે. આ સાથે અર્ચના ગૌતમે કેપ્શનમાં લખ્યું, ‘’પહેલીવાર એવું લાગે છે કે હું ખૂબ પીડામાં છું. ખરાબ નજર શું નું શું કરી દે છે. આ રીતે અર્ચના એ પોતાની હાલત માટે ખરાબ નજરને જવાબદાર ગણાવી છે.

તમને જણાવી દઈએ કે, અર્ચના ગૌતમ બિગ બોસ 16 માં જોવા મળી હતી. આ શો થી તે ખુબ ફેમસ થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : Ram mandir: રામ મંદિરને લઈને ઉત્સાહિત જોવા મળ્યો અભિષેક બચ્ચન, પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને કહી આ વાત