News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો માં ઈશા, અંકિતા, વિકી, મુન્નાર, અભિષેક જેવા સ્પર્ધક જોવા મળી રહ્યા છે. આ શો માં અંકિતા અને વિકી વચ્ચે દરરોજ લડાઈ જોવા મળે છે. આ શો માં અંકિતા અને વિકી વચ્ચે દરેક બાબતે નોક ઝોક થતી રહે છે. આ દરમિયાન અંકિતા પર ઘણીવાર વિકી ને છોડી ને જવાની અને છૂટાછેડા ની ધમકી આપતી પણ જોવા મળી હતી. હવે આ દરમિયાન અભિષેક કુમારે અંકિતા અને વિકી ના ઝગડા ની પોલ ખોલી છે.
અભિષેક કુમારે ખોલી અંકિતા અને વિકી ની પોલ
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેક કુમાર અરુણ ને કહેતો જોવા મળે છે કે, ‘ ‘શું થાય છે તે હું તમને કહું. આ લોકો રાત્રે માઈક ઉતારી ને ધાબળામાં વાત કરે છે અને આવતીકાલ ની સ્ટેટર્જી બનવે છે. વિકી ભાઈ કહે છે કે, આ મુદ્દે હું કાલે તારી સાથે લડીશ અને પછી તું ઉપર જોવા મળીશ. કારણ કે વિકી ભાઈ જાણે છે કે તે તો જીતવાથી રહ્યા તેથી હું નહીં તો કમસેકમ મારી વાઈફ તો જીતે.’
#AbhishekKumar exposed the fake fight of Pati-Patni
Retweet 🔃 If you Agree!!! pic.twitter.com/pFtVnVgTZZ
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) January 18, 2024
હવે અભિષેક કુમાર ની વાત માં કેટલી સચ્ચાઈ છે આ તો અંકિતા અને વિકી જ જાણે છે. પણ જો આ વાત સાચી હશે તો અંકિતા ના ફેન ખૂબ ખુશ થશે કે બંને શો માટે ખોટી લડાઈ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Barsatein mausam pyaar ka: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ની સિરિયલ બરસાતેં: મૌસમ પ્યાર કા’ ઓફ એર થવા પર આવ્યું મોટું અપડેટ, આ તારીખે પ્રસારિત થશે શો નો છેલ્લો એપિસોડ!