News Continuous Bureau | Mumbai
Bigg boss 17 ankita lokhande and vicky jain: સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બોસ 17’માં ઘણો હોબાળો ચાલી રહ્યો છે. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી કપલ્સ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન સતત એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આ શો માં પ્રવેશ્યા બાદ વિકી અને અંકિતા વચ્ચેના પરિણીત સંબંધો સામે આવ્યા છે અને વિકી શોમાં અંકિતાને બિલકુલ સપોર્ટ નથી કરી રહ્યો.આ જોઈ ઘણા અંકિતા ને વિકી ને છોડી દેવાની સલાહ આપી રહ્યા છે તો બીજી તરફ લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવી રહ્યા છે.
વિકી જૈન એ કર્યું અંકિતા લોખંડે નું અપમાન
હાલમાં જ ‘બિગ બોસ 17′માંથી વિકી જૈન અને અંકિતા લોખંડેનો એક વીડિયો સામે આવ્યો હતો, આ વીડિયોમાં વિકી જૈન અંકિતા લોખંડેને કહી રહ્યો છે કે, “તારી આદતો બહુ ખરાબ છે, કંઈક બદલો. મેં તારી પાસે શું માંગ્યું છે, તું મને જીવનમાં કંઈ આપી તો નથી શકી, કમસેકમ મને મનની શાંતિ તો આપ.” એવું ન કરો અને મારી સાથે વાત ન કરો.” ‘બિગ બોસ 17’ના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વિકી અને અંકિતા ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા
‘બિગ બોસ 17′માં અંકિતા લોખંડે પ્રત્યે વિકી જૈનનું વર્તન લોકોને બિલકુલ પસંદ નથી આવી રહ્યું. એક યુઝરે લખ્યું, “આ બંનેને અલગ થવું જોઈએ.” તો અન્ય એક યુઝરે લખ્યું, “વિકી જે રીતે અંકિતા સાથે વાત કરી રહ્યો છે, તે આને લાયક નથી.” તો ઘણા લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Sara ali khan: બાબા ભોલેનાથ ના આશીર્વાદ લેવા કેદારનાથ ધામ પહોંચી સારા અલી ખાન, અભિનેત્રીએ શેર કર્યો તેની આધ્યાત્મિક યાત્રા નો વિડીયો