News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 માં અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે પહોંચી છે. બિગ બોસ ના ઘરમાં બંને વચ્ચે તું તું મેં મેં ચાલતી જ હોય છે. બંને શો માં ખુબ ઝગડી રહ્યા છે. બિગ બોસ માં અંકિતા અને વિકી ના ઝગડા એટલી હદ સુધી પહોંચી ગયા છે કે લોકો કહી રહ્યા છે કે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવતા જ બંને છૂટાછેડા લઇ લેશે. આ બધાની વચ્ચે, અંકિતા ને તાજેતરમાં ઘરની નવી કેપ્ટન બનાવવામાં આવી હતી અને તે પછી ફરી એકવાર તેના પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
અંકિતા અને વિકી ની નોકઝોક
‘બિગ બોસ 17‘નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિકી જૈન અને અભિષેક કુમાર વાત કરી રહ્યા હોય છે ત્યારે અંકિતા ત્યાં આવે છે અને તેમને ગાર્ડન સાફ કરવાનો આદેશ આપે છે. આના પર વિકી કહે છે જ્યારે તેનું મન થશે ત્યારે તે કરશે. આ સાંભળી અંકિતા ગુસ્સે થઇ જાય છે અને વિકી ને કહે છે કેપ્ટન નું સન્માન કરો બસ પછી શું હતું બંને વચ્ચે આ બાબત ને લઈને નોકઝોક શરુ થાય છે અને અંકિતા અને વિકી એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવે છે.
Vicky ne kiya captain Ankita ko disrespect. Kya honge iske repercussions? 😱
Dekhiye #BiggBoss17, Mon-Fri 10PM & Sat-Sun 9:30PM sirf #Colors aur @jiocinema par.#BB17 #BiggBoss@Beingsalmankhan@anky1912 @jainvick pic.twitter.com/SrR7h46Qe7
— Bigg Boss (@BiggBoss) January 4, 2024
બિગ બોસ ના ઘરમાં આવું પહેલીવાર નથી થયું જ્યાં અંકિતા અને વિકી ઝગડ્યા ના હોય. જ્યારથી બંને બિગ બોસ ના ઘરમાં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે પ્રેમ ઓછો અને લડાઈ વધુ જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન