Site icon

Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં પતિ સાથે 200 જોડી કપડાં લઇ ને પ્રવેશ કરશે અંકિતા લોખંડે, શો માટે કરી આ તૈયારી

Bigg boss 17:'બિગ બોસ 17' માટે અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈનના નામની પુષ્ટિ થઈ ગઈ છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ કપલ બિગ બોસના ઘરમાં 200 કપડાં સાથે પ્રવેશ કરશે.

bigg boss 17 ankita lokhande and vicky jain to take 200 outfits inside house

bigg boss 17 ankita lokhande and vicky jain to take 200 outfits inside house

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17: ટીવી નોકોન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બોસ 17’ ટૂંક સમયમાં ટીવી પર આવવાનો છે. શોને લગતા પ્રોમો સતત સામે આવી રહ્યા છે અને કેટલાક સ્પર્ધકોના નામ પણ કન્ફર્મ થઈ ગયા છે. જો અહેવાલોનું માનીએ તો પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે આ શોનો ભાગ હશે. આ સિવાય અભિનેત્રી રિયા ચક્રવર્તીનો પણ બિગ બોસના ઘરમાં કેદ થવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આ દરમિયાન ‘બિગ બોસ 17’માં અંકિતા અને વિકીની એન્ટ્રીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અંકિતા અને વિકી 200 જોડી કપડાં સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે.

Join Our WhatsApp Community

 

200 જોડી કપડાં સાથે બિગ બોસ ના ઘરમાં પરેશ કરશે અંકિતા અને વિકી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે બિગ બોસ 17 માં નવી થીમ જોવા મળશે જેમાં બે ટીમો હશે અને આ ટીમોમાં પણ ટ્વિસ્ટ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી સીઝનમાં સિંગલ અને કપલની થીમ હશે.ઘણા મીડિયા અહેવાલોમાં, અંકિતા લોખંડે ને શો ની પ્રથમ પુષ્ટિ થયેલ સ્પર્ધક જાહેર કરવામાં આવી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા તેના પતિ વિકી જૈન સાથે શોમાં આવશે અને મીડિયા રિપોર્ટ  મુજબ, કપલ તેમની સાથે કુલ 200 આઉટફિટ્સ લાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ શોમાં એક વખત પણ તેમના આઉટફિટને રિપીટ કરવા નથી માંગતા. એટલું જ નહીં, આ 200 આઉટફિટ્સ સંપૂર્ણપણે નવા હશે, જેના માટે વિક્કી અને અંકિતા શોપિંગ કરવા નીકળી પડ્યા છે. પ્લાનિંગ મુજબ અંકિતા દિવસમાં ત્રણ વાર અને પતિ બે વાર કપડાં બદલશે. બંનેએ સ્ટાઇલને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અગાઉ બિગ બોસ 11ની રનર અપ હિના ખાને પણ શોમાં તેના કોઈપણ ડ્રેસનું પુનરાવર્તન કર્યું ન હતું.

બિગ બોસ 17 માટે રિયા ચક્રવર્તી નો પણ કરવામાં આવ્યો હતો સંપર્ક 

રિપોર્ટ્સનું માનીએ તો ‘બિગ બોસ 17’ ખૂબ જ વિવાદાસ્પદ બનવાનો છે.કારણ કે આ સીઝન માટે મેકર્સે રિયા ચક્રવર્તીનો સંપર્ક કર્યો છે. આવી સ્થિતિમાં બિગ બોસના ઘરમાં રિયા અને અંકિતા વચ્ચે જોરદાર ટક્કર થવાની અટકળો છે. તમને જણાવી દઈએ કે રિયા અને અંકિતા બંને સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધ ધરાવતા હતા. સુશાંતના મૃત્યુ બાદ અંકિતાએ રિયા વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા હતા.

આ  સમાચાર પણ વાંચો :  yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ બાદ કોણ ભજવશે અભીર ની ભૂમિકા કરણ કુન્દ્રા કે શાહીર શેખ?થયો આ વાતનો ખુલાસો

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version