News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 હાલ ચર્ચામાં છે. લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે એ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કર્યોપ છે. જ્યારથી બંને આ શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. બંને કોઈ ના કોઈ વાત ને લઈને ઝગડતા જોવા મળે છે. હવે તાજેતરના એપિસોડમાં, અંકિતા કહી રહી હતી કે તે હવે વિકી સાથે ઘરે પાછી જવા નથી માંગતી. આ સાંભળ્યા બાદ અંકિતા અને વિકી જૈન ના છુટાછેડા ની અટકળો એ જોર પકડ્યું છે.
વિકી જૈન સાથે ઘરે નથી જવા માંગતી અંકિતા લોખંડે
બિગ બોસ 17 ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા લોખંડે, વિકી જૈન, આયેશા ખાન અને મુનવ્વર ફારુકી વાત કરી રહ્યા હતા. વિકી અંકિતાને સમજાવી રહ્યો હતો કે જ્યારે તેણી અભિષેક કુમાર સાથે ઝઘડી રહી હતી ત્યારે તેણે તેને કેમ પાછળ ખેંચી હતી. આ વાત એક દલીલમાં ફેરવાય છે અને અંકિતા વિકીને કહે છે કે તે અત્યારે તેની સાથે વાત કરવા માંગતી નથી. વિકીને આ ગમતું નથી અને કહે છે કે અભિનેત્રીએ તેના વર્તન પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે શો પછી બંનેએ સાથે રહેવાનું છે. આ પછી અંકિતાએ પૂછ્યું કે શા માટે તે હંમેશા દરેક લડાઈને તેમના લગ્ન ના પરિણામની ધમકી આપે છે. અંકિતાએ કહ્યું કે જો આમ જ ચાલુ રહેશે તો શો પૂરો થયા બાદ તે વિકી સાથે ઘરે પરત ફરવા માંગતી નથી.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન
તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને વિકી જૈન ના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા.