News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે પ્રવેશી છે. જ્યારથી અંકિતા અને વિકી એ ઘરમાં એન્ટ્રી લીધી છે ત્યારથી બંને વચ્ચે કોઈ ના કોઈ વાતે લડાઈ ઝગડા જોવા મળી રહ્યા છે. થિયોદ દિવસ પહેલા વિકી જૈન નો અંકિતા લોખંડે પર હાથ ઉગમતો વિડીયો વાયરલ થયો હતો.હવે બિગ બોસ 17 નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં ફરી એકવાર અંકિતા અને વિકી વચ્ચે બોલાચાલી થઇ રહી છે. આ દરમિયાન અંકિતા ઈશારો કરી ને કહી રહી છે કે શું ઘરવાળા એ આ નહીં જોયું હોય.
બોગ બોસ નો નવો પ્રોમો
શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં અંકિતા વિકીને કહે છે કે ‘તું વારંવાર કહે છે કે છોટુને શું થયું છે, મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે, પણ તને એવું ન લાગ્યું કે તારે મારી સાથે એકવાર વાત કરવી જોઈએ.’ ત્યારબાદ રાત્રે બેડરૂમમાં વિકી અંકિતાને પૂછે છે, ‘તને શું થયું છે? અંકિતા ગુસ્સાથી ઉભી થઈ અને કહે છે તમે જોઈ શકતા નથી? શું તમે અંધ છો? વિકી કહે છે કે પછી તે નેશનલ ટીવી પર આવું વર્તન ન કરી શકે. તેણી કહે છે કે હું મૂર્ખ છું કે હું તમને સમજવાની અપેક્ષા રાખતી હતી. વિકી કહે છે કે પરિવારના સભ્યો જોઈ રહ્યા છે. આના પર અંકિતા એક થપ્પડનો ઈશારો કરે છે અને તે ઘટના વિશે કહે છે, શું પરિવારના સભ્યોએ તે જોયું નહીં હોય? વિકી ફરી કહે છે કે થોડુંક વિચાર અને સમજ છે, એટલે જ આ સ્થિતિ છે.’
Tomorrow’s Episode Promo: Mannara trying to bond with Munawar? And Ankita is upset with Vicky Bhaiya #BiggBoss17 pic.twitter.com/KZ1P2fMS69
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) December 26, 2023
અંકિતા ના આ ઈશારા ને લોકો વિકી ના હાથ ઉગામવા સાથે જોડી રહ્યા છે. કેટલાક યુઝર કહી રહ્યા છે કે અંકિતા એ ઈશારા માં કન્ફર્મ કરી દીધું કે વિકી એ તેના પર હાથ ઉગામ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે ખોલ્યા પુત્ર સૈફ અલી ખાન ના રહસ્ય, અભિનેત્રી ના આ ખુલાસા બાદ ચોંકી જશે કરીના કપૂર