Site icon

Bigg boss 17: આવી હતી અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી મુલાકાત, બિગ બોસના ઘરમાં અભિનેત્રીએ મુનવ્વર સાથે શેર કર્યો કિસ્સો

Bigg boss 17: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે તેના બિઝનેસમેન પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17 ના ઘરમાં પ્રવેશી છે. આ શો માં બન્ને લડી રહ્યા છે. આ જોઈ ને ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે કે અંકિતા અને સુશાંતની જોડી શ્રેષ્ઠ હતી. આ દરમિયાન અંકિતાએ હવે શોમાં સુશાંત સાથે ની છેલ્લી મુલાકાત વિશે વાત કરી છે.

Bigg boss 17 ankita lokhande reveal the reason why she breakup with sushant singh rajput

Bigg boss 17 ankita lokhande reveal the reason why she breakup with sushant singh rajput

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17: ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે તેના બિઝનેસમેન પતિ વિકી જૈન સાથે બિગ બોસ 17 ના ઘરમાં પ્રવેશી છે. આ શો માં બન્ને વચ્ચે મતભેદો પણ સર્જાયા છે. અંકિતા અને વિકી એકબીજા સાથે લડી રહ્યા છે.દરમિયાન અંકિતાએ હવે શોમાં સુશાંત સિંહ રાજપૂત સાથે ની છેલ્લી મુલાકાત વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે સુશાંત અને તેનું બ્રેકઅપ કેમ થયું. અંકિતાએ મુનવ્વર ફારૂકી સાથે વાત કરતાં આ બધું જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

 

અંકિતા એ જણાવ્યું કેવી રીતે થયું તેનું અને સુશાંત નું બ્રેકઅપ 

મુનવ્વર સાથે વાત કરતા અંકિતાએ કહ્યું કે તે વર્ષોથી સુશાંત સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ એક રાતે સુશાંતે બધું ખતમ કરી દીધું. તે આ પાછળનું કારણ પણ જાણી ના શકી. તેણે કહ્યું, ‘તેનું જવુંઅલગ વાત હતી. હું દિલથી ભાંગી ગઈ હતી, મારા માતા-પિતાનું દિલ તૂટી ગયું હતું. મુનવ્વરે ત્યારપછી સુશાંતના મૃત્યુ પછી તે ક્યારે ટ્રોલ થઈ તે વિશે પૂછ્યું, જેના પર અભિનેત્રીએ કહ્યું કે તે સુશાંતના મૃત્યુ પર આગળ આવી કારણ કે તે દરેકને કહેવા માંગતી હતી કે અસલી સુશાંત કોણ છે. તેણીએ કહ્યું, ‘હું આમાં સામેલ ન હતી, તેમ છતાં હું ઊભી થઈ કારણ કે હું ઇચ્છતી હતી કે લોકો જાણે કે તે કોણ છે. જ્યારે મારું બ્રેકઅપ થઈ રહ્યું હતું ત્યારે લોકો ક્યાં હતા? એ તબક્કો મેં એકલા કેવી રીતે પસાર કર્યો. બ્રેકઅપનું કોઈ કારણ નહોતું અને હું સાવ એકલી હતી મારા જીવનમાં એક રાતમાં વસ્તુઓ બદલાઈ ગઈ. તે મારી તેની સાથેની છેલ્લી મુલાકાત હતી, જ્યારે મેં તેને છેલ્લી વખત જોયો હતો. ત ફરી ક્યારેય મળ્યો નથી. મારી ચિંતા એ હતી કે જો તે મને કહ્યા પછી કામ કરે તો મને ખબર પડી જાય. તેની આંખોમાં એવું દેખાતું હતું કે કશું જ નથી. તમને કામ માં તરક્કી મળશે તો કાન ભરવા વાળા લોકો પણ મળશે.”


તમને જણાવી દઈએ કે, અંકિતા અને સુશાંત એકબીજા ને પવિત્ર રિશ્તા ના સેટ પર મળ્યા હતા. ત્યાંથી બન્ને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સુશાંત-અંકિતા અલગ થઈ ગયા હતા. સુશાંત તેના જીવનમાં આગળ વધી ગયો હતો. બ્રેકઅપના થોડા વર્ષો પછી અંકિતાએ વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું અને પછી બંનેએ ડિસેમ્બર 2021માં લગ્ન કરી લીધા.હાલમાં અંકિતા અને વિકી બિગ બોસ 17 માં જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Birthday Special: ટીવી સિરીયલનો હેન્ડસમ હંક અર્જુન બિજલાનીનો આજે જન્મદિન, પહેલી ફિલ્મ ફ્લોપ થયા બાદ બોલિવુડને કહ્યુ અલવિદા

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version