News Continuous Bureau | Mumbai
Bigg boss 17: અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં પ્રવેશી છે. જ્યારથી આ સ્ટાર કપલ બિગ બોસ ના ઘરમાં પ્રવેશ્યું છે ત્યારથી તે ચર્ચા નો વિષય બન્યું છે.આ શો માં અંકિતા અને તેના પતિ વિકી જૈન વચ્ચે ઘણો તણાવ જોવા મળી રહ્યો છે. અધૂરા માં પૂરું પાછું અંકિતા નો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થયો હતો.હવે શો માં અંકિતા અને વિકી જૈન ને મળતી સુવિધા અંગે હંગામો મચ્યો છે. જેનું કારણ છે તેનો કોન્ટ્રાક્ટ.
બિગ બોસ નો નવો પ્રોમો
અંકિતા લોખંડે અને વિકી જૈન શોના બે મજબૂત સ્પર્ધકોમાંથી એક છે. હવે શો એ નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિકી અરીસા સામે ઊભો રહીને તેના વાળ ઓળે છે. યુટ્યુબર સની આર્ય તેના લુકમાં આવેલો બદલાવ નોટિસ કરે છે અને પૂછે છે કે શું તેણે હેરકટ કરાવ્યો છે. આ પછી સની બિગ બોસને કહે છે કે તેને પણ હેરકટની જરૂર છે. સની પછી જ્યારે મનારાને આ વાતની ખબર પડી તો તે પણ હેર કટિંગ અને હેર કલરિંગની ડિમાન્ડ કરે છે.ત્યારબાદ બિગ બોસ લિવિંગ એરિયા માં તમામ ઘરના સભ્યોને બોલાવે છે અને કહે છે કે તેણે તેના કરારમાં કેટલીક માંગણીઓ કરી હતી, જેના માટે કહેવામાં આવ્યું હતું કે જો તે યોગ્ય હશે અથવા શોમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી નહીં કરે, તો તેના પર વિચાર કરવામાં આવશે.
View this post on Instagram
અંકિતા અને વિકી જૈન નો કોન્ટ્રાક્ટ
વાસ્તવમાં અંકિતા ના કોન્ટ્રાક્ટ માં વિશેષ સુવિધાઓ આપવાની વાત કરી હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ રોષે ભરાયા હતા. બિગ બોસ કહે છે કે તેણે વિકી અને અંકિતાને પહેલેથી જ ચેતવણી આપી હતી, પરંતુ તેઓ સંમત ન થયા અને નિર્ણય ઘરના સભ્યોએ લેવો પડશે.તમને જણાવી દઈએ કે,બિગ બોસ ની શરૂઆતમાં જ, શો એ જાહેરાત કરી હતી કે તેના પર વારંવાર પક્ષપાતી હોવાનો આરોપ મૂકવામાં આવે છે, તેથી આ વખતે તે ખુલ્લેઆમ પક્ષપાત કરશે.
આ સમાચાર પણ વાંચો : Emraan hashmi: ઇમરાન હાશ્મી ને ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરવા નો આજે પણ છે પસ્તાવો, 10 વર્ષ બાદ કર્યો ખુલાસો