Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ના ઘર માં અંકિતા અને વિકી જૈન ને કારણે મચ્યો હંગામો, સ્પર્ધક થયા ગુસ્સે, જાણો શું છે સમગ્ર મામલો

Bigg boss 17: અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં પહોંચી છે. જ્યારથી બંને બિગ બોસ ના ઘરમાં પ્રવેશ્યા છે ત્યારથી બંને વચ્ચે અણબનાવ જોઈ શકાય છે. હવે હાલમાં જ અંકિતાનો પ્રેગ્નેન્સી ટેસ્ટ થયો હતો. હવે શો માં અંકિતા અને વિકી જૈન ને મળતી સુવિધા ને લઈને હંગામો મચ્યો છે.

bigg boss 17 ankita lokhande vicky jain special facilities in house

bigg boss 17 ankita lokhande vicky jain special facilities in house

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17: અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં પ્રવેશી છે. જ્યારથી આ સ્ટાર કપલ બિગ બોસ ના ઘરમાં પ્રવેશ્યું છે ત્યારથી તે ચર્ચા નો વિષય બન્યું છે.આ શો માં અંકિતા અને તેના પતિ વિકી જૈન વચ્ચે ઘણો તણાવ જોવા મળી રહ્યો છે. અધૂરા માં પૂરું પાછું અંકિતા નો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થયો હતો.હવે શો માં અંકિતા અને વિકી જૈન ને મળતી સુવિધા અંગે હંગામો મચ્યો છે. જેનું કારણ છે તેનો કોન્ટ્રાક્ટ. 

Join Our WhatsApp Community

બિગ બોસ નો નવો પ્રોમો 

અંકિતા લોખંડે અને વિકી જૈન શોના બે મજબૂત સ્પર્ધકોમાંથી એક છે. હવે શો એ નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં જોઈ શકાય છે કે, વિકી અરીસા સામે ઊભો રહીને તેના વાળ ઓળે છે. યુટ્યુબર સની આર્ય તેના લુકમાં આવેલો બદલાવ નોટિસ કરે છે અને પૂછે છે કે શું તેણે હેરકટ કરાવ્યો છે. આ પછી સની બિગ બોસને કહે છે કે તેને પણ હેરકટની જરૂર છે. સની પછી જ્યારે મનારાને આ વાતની ખબર પડી તો તે પણ હેર કટિંગ અને હેર કલરિંગની ડિમાન્ડ કરે છે.ત્યારબાદ બિગ બોસ લિવિંગ એરિયા માં તમામ ઘરના સભ્યોને બોલાવે છે અને કહે છે કે તેણે તેના કરારમાં કેટલીક માંગણીઓ કરી હતી, જેના માટે કહેવામાં આવ્યું હતું કે જો તે યોગ્ય હશે અથવા શોમાં કોઈપણ પ્રકારની અડચણ ઊભી નહીં કરે, તો તેના પર વિચાર કરવામાં આવશે.

અંકિતા અને વિકી જૈન નો કોન્ટ્રાક્ટ

વાસ્તવમાં અંકિતા ના કોન્ટ્રાક્ટ માં વિશેષ સુવિધાઓ આપવાની વાત કરી હોવાનું બહાર આવ્યું છે. પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓ રોષે ભરાયા હતા. બિગ બોસ કહે છે કે તેણે વિકી અને અંકિતાને પહેલેથી જ ચેતવણી આપી હતી, પરંતુ તેઓ સંમત ન થયા અને નિર્ણય ઘરના સભ્યોએ લેવો પડશે.તમને જણાવી દઈએ કે,બિગ બોસ ની શરૂઆતમાં જ, શો એ જાહેરાત કરી હતી કે તેના પર વારંવાર પક્ષપાતી હોવાનો આરોપ મૂકવામાં આવે છે, તેથી આ વખતે તે ખુલ્લેઆમ પક્ષપાત કરશે. 

આ સમાચાર પણ વાંચો : Emraan hashmi: ઇમરાન હાશ્મી ને ઐશ્વર્યા રાય પર ટિપ્પણી કરવા નો આજે પણ છે પસ્તાવો, 10 વર્ષ બાદ કર્યો ખુલાસો

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version