Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ના આ સ્પર્ધકે કરાવી અંકિતા લોખંડે ના ઘર ની સેર, વિકી ભૈયા નું ઘર જોઈ કરી એન્ટેલિયા સાથે તુલના, જુઓ વિડીયો

Bigg boss 17: બિગ બોસ 17 પતી ગયો છે તેમછતાં તેના સ્પર્ધકો ચર્ચામાં છે. હાલમાં જ અંકિતા અને વિકી એ તેમના ઘરે પાર્ટી રાખી હતી જેમાં બિગ બોસ 17 ના સ્પર્ધક પણ હતા. હવે આ બધાની વચ્ચે બિગ બોસ 17 ના એક સ્પર્ધકે વિકી ભૈયા ના ઘર ની ઝલક બતાવી છે.

bigg boss 17 contestant tehelka prank aka sunny arya shows ankita lokhande vicky jain house

bigg boss 17 contestant tehelka prank aka sunny arya shows ankita lokhande vicky jain house

News Continuous Bureau | Mumbai 

Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી ભલે મુનાવરે પોતાને નામ કરી હોય પરંતુ સૌથી વધુ ચર્ચા અંકિતા અને વિકી ની થઇ રહી છે. બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ અંકિતા અને વિકી એ તેમના ઘરે એક પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં બિગ બોસ 17 ના સ્પર્ધક પણ હાજર હતા. આ દરમિયાન, શોના પ્રખ્યાત સ્પર્ધક તહેલકા પ્રેન્ક એટલે કે સની આર્ય નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે અંકિતા લોખંડે અને વિકી જૈનના આલીશાન ઘર ની સેર કરાવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ananya pandey and Sara ali khan: શું અનન્યા અને સારા એકસાથે શેર કરશે સ્ક્રીન? દીપિકા પાદુકોણ ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માં મચાવશે ધમાલ!

તહેલકા પ્રેન્ક એ કરાવી વિકી અને અંકિતા ના ઘર ની સેર 

તહેલકા પ્રેન્ક એટલેકે સની આર્ય બિગ બોસ ફિનાલે બાદ મુંબઈ માં અંકિતા અને વિકી ના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન સની એ વિકી ભૈયા ના ઘર ની અંદર ની એક ઝલક બતાવતો વિડીયો શેર કર્યો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, તહેલકા કહે છે,’અત્યારે થોડું જોઈ લો જોઈ ને દંગ રહી જશો. અંબાણી પછી આખા મુંબઈમાં વિકી ભૈયાનું આટલું મોટું ઘર છે. તો મિત્રો, આ વિકી ભૈયાનું હજારો કરોડ રૂપિયાનું ઘર છે. તમે જેટલું ચાલશો, તેટલું લાંબું થશે, તે સમાપ્ત થશે નહીં. તે ખૂબ જ ઉચ્ચ સ્તરનું ઘર છે. અંબાણી પછી વિકી ભૈયાનું ઘર આખા મુંબઈમાં સૌથી ટોપ ક્લાસ છે. તમે ઘરનો દરેક નકશો જોઈ શકો છો. અદ્ભુત ઘર… અંદર હોમ થિયેટર, ત્રણ-ત્રણ સ્વિમિંગ પૂલ… આ બધી વસ્તુઓ હું આગલી વખતે મુંબઈ આવીશ ત્યારે પછી બતાવીશ. અત્યારે માત્ર થોડું બતાવીશ, તેને સંપૂર્ણ રીતે જોવું યોગ્ય નથી.’


તમને જણાવી દઈએ કે અંકિતા બિગ બોસ 17 માં ટોપ 4 માં પહોંચી હતી. જયારે વિકી ટોપ 6 માં પહોંચ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version