News Continuous Bureau | Mumbai
Bigg boss 17: અંકિતા લોખંડે એ સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ થયા બાદ તેને વિકી જૈને સંભાળી હતી. ત્યારબાદ બંને એ એકબીજા સાતેહ લગ્ન કરી લીધા. અંકિતા અને વિકી એ પરફેક્ટ જોડી માનવામા આવે છે. પરંતુ બિગ બોસ ના ઘરમાં ગયા પછી આ પરફેક્ટ કપલ ને કોઈ ની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શો માં બંને વચ્ચે ઘણી લડાઈ ઝગડા જોવા મળી રહ્યા છે. હવે આ દરમિયાન બિગ બોસ 17 ની સ્પર્ધક ઈશા એ વિકી વિશે ચોંકવનારી વાત કહી છે.
ઈશા એ વિકી વિશે કહી આવી વાત
બિગ બોસ ના ઘરમાં ઈશા મન્નારા ચોપરા અને સના રઈસ ખાન સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન ઈશા એ કહ્યું,’’હું અને વિકી ભાઈ ચર્ચા કરી રહ્યા હતા તો મેં તેને પૂછ્યું કે નસીબમાં કોણ માને છે? તો તેણે કહ્યું કે તે નસીબમાં માનતો નથી. તેથી મેં તેને પૂછ્યું કે અંકિતા દી ને મળવામાં કેવું લાગ્યું? શું તમને નાનપણથી જ ખાતરી હતી કે તમે અંકિતા લોખંડે સાથે લગ્ન કરશો?’ તો વિકી એ કહ્યું ‘આ નસીબ નથી. આ મારું રોકાણ છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. વિકી ભાઈએ મને કહ્યું કે તેણે મુંબઈ આવીને કેટલાક મિત્રો બનાવ્યા અને તે મિત્રો અંકિતાના પણ મિત્રો હતા. આ રીતે અમે મળ્યા, ડેટ કર્યા અને પછી લગ્ન કર્યા. તેથી વિકી ભાઈએ મિત્રો બનાવ્યા જેઓ તેમના અને અંકિતા દીના પરસ્પર મિત્રો હતા.’
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ
ઈશાની વાત સાંભળ્યા પછી મન્નારાએ કહ્યું કે ‘તો વિકી ભાઈ સેલિબ્રિટી પાર્ટનરની શોધમાં હતા.’ પછી ઈશાએ કહ્યું, ‘તેણે ઓરી સાથે પણ આવું જ કર્યું. તેને ઓરીનું પૂરું નામ પણ ખબર ન હતી. પરંતુ તેને ઓરી ને પ્રભાવિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. જેથી જો ઓરી ઘરમાં રહ્યો હોત તો તે સુરક્ષિત રમી શકે. દરેક વ્યક્તિ તેના માટે રોકાણ છે.’