News Continuous Bureau | Mumbai
Bigg boss 17 promo:’બિગ બોસ ઓટીટી 2’ની જોરદાર સફળતા બાદ લોકો હવે શો ના ટેલિવિઝન વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે ચાહકોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે કારણ કે તાજેતરમાં જ ‘બિગ બોસ 17’નો નવો પ્રોમો સામે આવ્યો છે. પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે બિગ બોસની નવી સીઝન ખૂબ જ રસપ્રદ રહેવાની છે. ‘બિગ બોસ 17’નો પ્રોમો કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન અલગ-અલગ લુકમાં જોવા મળી રહ્યો છે.
બિગ બોસ 17 નો પ્રોમો
‘બિગ બોસ 17’ના આ પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન ક્યારેક સૂટ, ક્યારેક શેરવાની તો ક્યારેક ટી-શર્ટ સાથે બુલેટપ્રૂફ જેકેટ પહેરેલો જોવા મળે છે. આ વિડિયો માં સલમાન ખાન કહી રહ્યો છે કે, “અત્યાર સુધી તમે બિગ બોસની માત્ર આંખો જ જોઈ હશે. હવે તમે બિગ બોસ ના ત્રણ અવતાર જોશો. દિલ… દિમાગ અને દમ. હમણાં માટે આટલું જ, પ્રોમો પૂરો થઈ ગયો છે.” આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે કે, “આ વખતે બિગ બોસ એક અલગ જ રંગ બતાવશે, જેને જોઈને તમે બધા દંગ રહી જશો.”
View this post on Instagram
બિગ બોસ 17 ની રિલીઝ ડેટ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘બિગ બોસ 17’ની નવી સીઝન ઓક્ટોબરના મધ્યમાં શરૂ થઈ શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે શોની થીમ સિંગલ્સ વર્સિસ ડબલ્સ હશે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શોના પ્રોમો વીડિયોમાં પણ એવું કંઈ જોવા મળ્યું નથી જે શોની થીમ પર નક્કર માહિતી આપી શકે.
આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટી પોતાની ફિલ્મ સુખીના પ્રમોશન દરમિયાન અમદાવાદની બની મહેમાન