News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 ના ફેમિલી વીક દરમિયાન અંકિતા લોખંડે અને વિકી જૈનની માતા બિગ બોસમાં જોવા મળી હતી. આ દરમિયાન વિકી જૈન ની માતા અને અંકિતા લોખંડેની સાસુએ અભિનેત્રી ને આડે હાથ લીધી હતી. વિકી જૈન ની માતા એ અંકિતા ને તેના ચપ્પલ મારવા પર તેના સસરા એ અંકિતા ની માતા ને ફોન કર્યો હતો જે સાંભળી અંકિતા ગુસ્સે થઇ ગઈ હતી. હવે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ વિકી જૈન ની માતા સતત ઇન્ટરવ્યૂ આપી રહી છે અને અંકિતા પર આરોપ લગાવી રહી છે. આ દરમિયાન અંકિતા લોખંડે ની મિત્ર અને ટીવી અભિનેત્રી એ એક્ટ્રેસ નું સમર્થન કરતા વિકી ની માતા ની આકરી ટીકા કરી છે.
અંકિતા લોખંડે ના સ્પોર્ટમાં આવી રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અંકિતા લોખંડેની સાસુનો એક વીડિયો શેર કરી ને લખ્યું, ‘માફ કરશો આંટી, પરંતુ અંકિતા ક્યારેય આ શો કરવા માંગતી ન હતી. આંટી, તેણે આ ફક્ત વિકી માટેના તેના પ્રેમ માટે કર્યું હતું અને ખર્ચ તેણે ઉઠાવવો પડે છે નો મતલબ? બંનેએ લવ મેરેજ કર્યા હતા અને તે પહેલા તે રસ્તા પર નહોતી આવી. તે અંકિતા લોખંડે છે, ભલે બિગ બોસ તમારા પુત્ર પર પૈસા રોકે. અમારી છોકરી પણ શુદ્ધ સોનાની છે. દરેકની પોતાની લડાઈઓ હોય છે, પરંતુ તમે નથી ઈચ્છતા કે તેમના લગ્ન ટકી રહે? દરેક પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને શો પણ મુશ્કેલ છે. બે દિવસમાં તમારી આ હાલત છે, 4 મહિના રાહ જોશો તો તમને સમસ્યા સમજાઈ જશે. હું તમારો આદર કરું છું. હું હંમેશા કરીશ પણ અહીં તમે ખોટા છો.’
રશ્મિ દેસાઈની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
શોમાંથી બહાર આવ્યા બાદ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન વિક્કી જૈનની માતાએ કહ્યું હતું કે, ‘ હિરોઈન લેવી હોય તો ખર્ચ પણ ઉઠાવવો પડશે. આ આસાનીથી નથી આવતું. બહુ નખરા હોય છે. ઘણો ખર્ચ કરવો પડે છે.’ આ ઈન્ટરવ્યુ પછી અંકિતા લોખંડે ની મિત્ર રશ્મિ દેસાઈનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : Ira khan and Nupur shikhre: લગ્ન ના બંધન માં બંધાયા ઇરા ખાન અને નૂપુર શિખરે, મહારાષ્ટ્રીયન નહિ પરંતુ આ રીતિ રિવાજ મુજબ કર્યા મેરેજ, જુઓ વિડીયો