News Continuous Bureau | Mumbai
Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન એ દંપતી તરીકે એન્ટ્રી કરી છે. જ્યારથી બંને આ શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું.બંને જન શો માં ખુબ લડતા ઝઘડતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચે કોઈ ના કોઈ વાત ને લઈને ખટરાગ થતો રહે છે. હવે શોના લેટેસ્ટ એપિસોડ માં વિકી જૈન નું અંકિતા પ્રત્યે નું વલણ જોઈ માત્ર બિગ બોસ ના ઘરવાળા જ નહીં પરંતુ ચાહકો પણ સ્તબ્ધ થઇ ગયા છે.
વિકી જૈન એ કરી અંકિતા લોખંડે પર હાથ ઉગામવાની કોશિશ
શોના તાજેતરના એપિસોડમાં, એવું જોવા મળ્યું હતું કે જ્યારે વિકી જૈન અભિષેક કુમાર સાથે વાત કરી રહ્યો હોય છે ત્યારે અંકિતા લોખંડે વચ્ચે બોલવા જોય છે ત્યારે વિકી ગુસ્સે થઇ જાય છે અને અંકિતા ને થપ્પડ મારવા માટે હાથ ઉગામે છે આ જોઈ અંકિતા થોડીવાર માટે ડરી જાય છે. ત્યરબાદ વિકી બ્લેન્કેટ એક સાઈડ પર ફેંકી ઉભો થઇ જાય છે અને અભિષેક ને કહે છે સાઈડમાં આવ. અરુણ પણ વિકી જૈન નું આ રૂપ જોઈને સ્તબ્ધ થઇ જાય છે અને કહે છે અરે બાપરે આ શું જોવા મળ્યું.
During arguments, Vicky Bhaiya aggressively tried to get out of the blanket and looked like he was trying to hit his wife Ankita Lokhande on national television 😱😱😱pic.twitter.com/9s7roCZy8A
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) December 22, 2023
વિકીની આ હરકત જોઈ થોડીવાર માટે ડરી ગયેલી અંકિતા એ મામલો સંભાળી લેતા કહ્યું, વિકી બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેનો હાથ લપસી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ચાહકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: શું તૂટવાની અણી પર છે અંકિતા લોખંડે અને વિકી જૈન નો સંબંધ? જાણો બિગ બોસ ના લેટેસ્ટ એપિસોડ માં અભિનેત્રી એ શું કહ્યું