News Continuous Bureau | Mumbai
Bigg Boss 20 Contestants List ટેલિવિઝન જગતના સૌથી મોટા અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’ની ૨૦મી સિઝન (Bigg Boss 20) નો ગ્રાન્ડ પ્રીમિયર સાથે ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. સુપરસ્ટાર સલમાન ખાને શોના મંચ પરથી ૧૬ સ્પર્ધકોને દર્શકો સમક્ષ રજૂ કર્યા છે. આ વખતે ઘરની અંદર ટીવી કલાકારો, ભોજપુરી સુપરસ્ટાર, સ્પોર્ટ્સ આઇકોન અને જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનું મજબૂત મિશ્રણ જોવા મળી રહ્યું છે. પ્રીમિયર નાઈટમાં કનિકા માને પ્રથમ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો, જ્યારે અભિનેત્રી માહી વિજની છેલ્લે દમદાર એન્ટ્રી થઈ હતી.
Bigg Boss 20 Contestants List – આ ૧૬ સિતારાઓ બન્યા બિગ બોસ હાઉસના સભ્યો
બિગ બોસ ૨૦ ના ઘરમાં પ્રવેશેલા તમામ ૧૬ સ્પર્ધકોની સત્તાવાર યાદી સામે આવી ગઈ છે. આ યાદીમાં ટીવી એક્ટ્રેસ માહી વિજ, ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આમ્રપાલી દુબે, ઓલિમ્પિક મેડલિસ્ટ બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરી કોમ, અભિનેત્રી કનિકા માન, પંજાબી એક્ટ્રેસ ઈશા રિક્ખી, એક્ટર અમન ગાંધી, ઉદિતિ સિંહ, સિંગર કાઝી તૌકીર, રીતિ તિવારી, આસિફ ખાન, અર્શિફા ખાન, કુશાલ તંવર (ગુલ્લુ), રોહિદ ખાન, રેપર યંગ ડીએસએ, લવ ગિલ અને ગેમિંગ સ્ટાર તન્મય સિંહ (સ્કાઉટ) સામેલ છે. વિવિધ ક્ષેત્રોના આ સિતારાઓ વચ્ચે ટ્રોફી માટે ખરાખરીનો જંગ જામશે.
Bigg Boss 20 Contestants List – ‘તથાસ્તુ’ થીમ અને બે-બે લાઈફલાઈનનો નવો ટ્વિસ્ટ
આ વખતે શોની થીમ ‘તથાસ્તુ’ (Tathas-two) રાખવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ દિવસે જ બિગ બોસે તમામ સ્પર્ધકોને મોટો સરપ્રાઈઝ ‘વરદાન’ આપ્યો છે. નિયમ અનુસાર ઘરમાં રહેલા તમામ સભ્યો પાસે ૨-૨ લાઈફલાઈન (બે મોકા) રહેશે. જ્યાં સુધી બંને લાઈફલાઈન સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ સભ્ય શોમાંથી સીધો બહાર થશે નહીં. જોકે, ઘરમાં થનારા નોમિનેશન ટાસ્ક દ્વારા સ્પર્ધકો એકબીજાની લાઈફલાઈન છીનવી શકશે, જેના કારણે પહેલા જ દિવસથી ઘરમાં જૂથબંધી અને રણનીતિઓ તેજ બની ગઈ છે.
Bigg Boss 20 Contestants List – પહેલા જ દિવસે માહી વિજનો દબદબો અને તકરાર
શોના પ્રથમ એપિસોડમાં જ ઘરમાં ગરમાગરમી અને બોલાચાલીની શરૂઆત જોવા મળી છે. વરિષ્ઠ ટીવી અભિનેત્રી માહી વિજ ઘરમાં ઘરકામ અને નિયમોને લઈને પોતાનો અવાજ ઉઠાવતી અને હુકમ ચલાવતી જોવા મળતાં અન્ય સભ્યોમાં નારાજગી ફેલાઈ છે, જેના લીધે આગામી એપિસોડ્સમાં મોટા ઝઘડા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. દર્શકો દરરોજ રાત્રે ૯ વાગ્યે જિયો હોટસ્ટાર અને કલર્સ ટીવી પર આ શોનું પ્રસારણ જોઈ શકશે.
👉 આ સમાચાર વાચો:
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ ઓપનિંગ વીકેન્ડમાં ₹૯૩.૭૫ કરોડનો વકરો, ૭ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા