ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
06 નવેમ્બર 2020
છેલ્લા કેટલાક દિવસોથી ઈસ્માઈલ દરબારના પુત્ર ઝૈદ દરબાર અને ગૌહર ખાન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ તમામ ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. અભિનેત્રીએ કન્ફર્મ કર્યું છે અને એક ખાસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બંનેમાંથી કોઈએ પણ રિલેશનશીપ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. બંને એકબીજાને સારા મિત્રો કહેતા હતા. ગૌહર ખાને હાલમાં જ સિંગર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહર અને જૈદે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર સગાઈને કન્ફર્મ કરી છે. રિપોર્ટ્સ મુજબ ગૌહર અને જૈદ બંને 25 ડિસેમ્બરના નિકાહ કરશે. નોંધનીય છે કે ગૌહર ખાનની ઉંમર ઝૈદ કરતા વધુ છે. ગૌહર 37 વર્ષની છે.
થોડા દિવસો પહેલા ઝૈદ દરબારના પિતા અને સંગીતકાર ઇસ્માઇલ દરબાર એ બંનેના સંબંધો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઝૈદ અને ગૌહર લગ્ન કરવા માંગતા હોય તો હું શા માટે આ બંનેને આશીર્વાદ નહીં આપીશ? બંને બાળકો એક સંબંધમાં છે. ઝૈદ 29 વર્ષનો છે અને તે શું કરવાનું છે તે જાણે છે. ઇસ્માઈલે આગળ કહ્યું હતું કે ઝૈદે તેની સાવકી મમ્મી આયેશાને ગૌહર ખાન સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું. જો ઝૈદ ખુશ છે તો હું પણ ખુશ છું.’