ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
‘બિગ બૉસ’ ફેમ અભિનેત્રી રશ્મિ દેસાઈની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. રશ્મિ દેસાઈ આ દિવસોમાં માલદીવમાં છે અને ત્યાં ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહેતી રશ્મિ દેસાઈ પોતાના ફેન્સ માટે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની તસવીરો શૅર કરતી રહે છે.
રશ્મિ દેસાઈની તસવીરોની વાત કરીએ તો આ તસવીરોમાં તે વ્હાઇટ કલરની મોનોકિની અને શૉર્ટ સ્કર્ટ પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈએ ઇન્ફિનિટી પૂલમાં નાસ્તો કરતાં પહેલાં આ તસવીરો શૅર કરી છે. રશ્મિ દેસાઈનો જાળીદાર ડ્રેસ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
થોડા જ સમયમાં અસંખ્ય લોકોએ રશ્મિ દેસાઈની તસવીરોને લાઇક અને શૅર કરી છે. કૉમેન્ટ બૉક્સમાં તમામ સેલેબ્સે તેનાં વખાણ કર્યાં છે. ભોજપુરી ક્વીન મોનાલિસાએ કૉમેન્ટ સેક્શનમાં લખ્યું, 'ઓહ… ઉફ્ફ.' તેમ જ અભિનેતા નકુલ મહેતાએ ટિપ્પણી કરી – ખાઈ લે યાર. નાસ્તો ઠંડો થઈ જશે.
રશ્મિ દેસાઈના અન્ય તમામ ચાહકોએ પણ તેનાં વખાણ કરતાં લખ્યું છે કે તે આ જાળીદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો શૅર કરતી વખતે રશ્મિ દેસાઈએ પોતાની જાતને એક્વાહોલિક ગણાવી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિએ ‘બિગ બૉસ 13’માં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ‘બિગ બૉસ’ સિઝન 13 પછી રશ્મિ આ જ શોની 14મી સિઝનમાં પણ જોવા મળી હતી. જોકે 14મા શોમાં તે સ્પર્ધક તરીકે નહીં, પરંતુ ગેસ્ટ તરીકે પહોંચી હતી. ત્યારથી તેના કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી નથી.
નવાઝુદ્દીન સિદ્દીકીનો મોટો નિર્ણય, હવે ક્યારેય OTT પર નહીં કરે કામ; જાણો શું છે કારણ