ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
બિગ બોસની 15મી સિઝનમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશ પ્રબળ સ્પર્ધક તરીકે ઉભરી આવી છે. આખી સિઝન દરમિયાન અભિનેત્રીનું પ્રદર્શન ખૂબ જ જોરદાર હતું. તેણે દરેક કાર્યને શાનદાર રીતે નિભાવ્યું છે. બિગ બોસ-15ના અંત પહેલા તેજસ્વી પ્રકાશને એક મોટી ઓફર મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેત્રી ટૂંક સમયમાં એકતા કપૂરની સિરિયલમાં જોવા મળી શકે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, નાગીનની છઠ્ઠી સિઝન માટે અભિનેત્રી તેજસ્વી પ્રકાશના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. શોની નજીકના સ્ત્રોત જણાવે છે કે તેજસ્વીને નાગિન 6 માં કાસ્ટ કરવા માટે ઉત્સુક છે. તેજસ્વી બિગ બોસ 15 માં ટોચના સ્પર્ધકોમાંની એક છે અને તેણે નાના પડદા પર તેના અભિનયથી પહેલા જ દિલ જીતી લીધું છે. જો કે હજુ તેના પર કામ ચાલી રહ્યું છે. અમે માત્ર બિગ બોસ સમાપ્ત થાય અને તે બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી રિદ્ધિમા પંડિત અને મહેક ચહલ પહેલેથી જ નાગિન શોનો ભાગ છે અને હવે તેજસ્વી પ્રકાશ પણ તેમની સાથે કામ કરતી જોવા મળી શકે છે.અગાઉ અભિનેત્રી તેજસ્વી પ્રકાશે ટીવી સીરિયલ ‘સ્વરાગિની- જોડે રિશ્તોં કી ડોર ’ સાથે નાના પડદા પર કામ કર્યું છે. તેણે 'પહેરેદાર પિયા કી', 'રિશ્તા લખેંગે હમ નયા' અને પૌરાણિક શો 'કર્ણસંગિની' જેવા શોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. એટલું જ નહીં તેણે ખતરોં કે ખિલાડીની 10મી સીઝનમાં પણ ભાગ લીધો હતો બિગ બોસમાં તેજસ્વીની ગેમ તેના ફેન્સને પસંદ આવી રહી છે. આ શોમાં તેજસ્વીને કરણ કુન્દ્રા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે.
સુઝાન ખાન સાથેના સંબંધો પર અર્સલાન ગોનીએ તોડ્યું મૌન, કહી આ વાત ; જાણો વિગત
નાગિન સિરીઝ નાના પડદાની હિટ સિરીઝમાંની એક છે. અભિનેત્રી મૌની રોય સૌથી પહેલા આ શોથી ફેમસ થઈ હતી. બાદમાં સુરભી જ્યોતિએ મૌનીનું સ્થાન લીધું અને નામ કમાયું. આ પછી નિયા શર્મા, જસ્મીન ભસીન અને સુરભી ચંદના પણ નાગિન સિરિયલમાં જોવા મળી છે.જો તેજસ્વી નાગિન 6 માટે સંમત થશે તો તે તેની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવશે.