News Continuous Bureau | Mumbai
‘બિગ બોસ ઓટીટી 2’ના ગ્રાન્ડ ફિનાલે માટે માત્ર થોડા જ કલાકો બાકી છે. ફેન્સ તેમના ફેવરિટ સ્પર્ધકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિષેક મલ્હાન, એલ્વિશ યાદવ, મનીષા રાની, બબીકા ધુર્વે અને પૂજા ભટ્ટ ટોપ 5માં પહોંચી ગયા છે. અહીં સુધીની દરેક વ્યક્તિની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. ગ્રાન્ડ ફિનાલેના ઘણા પ્રોમો સામે આવ્યા છે, જેમાં સલમાન ખાન એન્ટ્રી લેતો જોવા મળી રહ્યો છે. હવે એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન સલમાનની સાથે ફિનાલેમાં પહોંચી શકે છે. જો આમ થશે તો ‘કરણ અર્જુન’ની આ જોડી ફરીથી ટીવી પર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. શાહરૂખ આ પહેલા પણ ‘બિગ બોસ’ના સ્ટેજ પર પહોંચી ચૂક્યો છે.
શાહરુખ અને સલમાન સાથે દીપિકા પણ જોવા મળશે
એક મીડિયા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે ફિનાલેમાં ફેન્સને ફરી એકવાર શાહરૂખ અને સલમાનની મસ્તી જોવા મળશે. બંને સુપરસ્ટારને એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. શાહરૂખ અને દીપિકા ટોપ 5 સ્પર્ધકો સાથે પણ વાતચીત કરશે.જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ જો આવું થશે તો શોને લઈને ચાહકોની ઉત્તેજના એક અલગ જ સ્તરે પહોંચી જશે. આ વખતની ફિનાલે ખૂબ જ ધમાકેદાર અને ભવ્ય બનવા જઈ રહી છે. બિગ બોસ OTT 2 ખૂબ જ સફળ સિઝન હતી. શોનો ફિનાલે 14 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે Jio સિનેમા પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : પિતા ના નિધન થી ભાંગી પડી અભિનેત્રી અંકિતા લોખંડે, પતિએ આ રીતે આપી સાંત્વના, જુઓ વિડીયો