ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022
મંગળવાર
બિગ બોસ OTT વિજેતા દિવ્યા અગ્રવાલે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અદાઓ બતાવીને તાપમાન વધાર્યું છે. દિવ્યાએ મોનોકીની માં તેની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. આમાં દિવ્યાનું ટોન ફિગર અને સ્વેગ જોવા લાયક છે.

તસવીરોમાં દિવ્યા ક્રીમ કલરની મોનોકીની પહેરીને કિલર પોઝ આપી રહી છે. આ તસવીરો માં તેને લાંબા વાળ ને ખુલ્લા રાખ્યા છે તેમજ ન્યૂડ લિપસ્ટિક કરી છે અને સ્મોકી આઈ મેક-અપ દિવ્યાના દેખાવમાં વધારો કરી રહ્યા છે.ફોટોશૂટ માટે અભિનેત્રીએ પોતાનો લુક સિમ્પલ રાખ્યો છે.
સીરિયલ કિલરની શોધમાં અજય દેવગન, એક્શન અવતારમાં રૂદ્ર, આ દિવસે થશે રિલીઝ; જુઓ રુદ્ર નું ધમાકેદાર ટ્રેલર
સિમ્પલ હોવા છતાં દિવ્યા અદભૂત લાગી રહી છે. દિવ્યાની આ ગ્લેમરસ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરો શેર કરતાં દિવ્યાએ લખ્યું- પોઝ અ થ્રેટ દિવ્યાની આ ગ્લેમરસ તસવીરોમાં સૌથી ખાસ તેના બોયફ્રેન્ડ વરુણ સૂદની કમેન્ટ છે. વરુણે લખ્યું- સ્ટોપ , સ્ટોપ , સ્ટોપ. હવે વરુણની આ કોમેન્ટ વાંચીને સ્પષ્ટ થાય છે કે તેને દિવ્યાની આ તસવીરો ઘણી પસંદ આવી છે.

દિવ્યા પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીને રિયાલિટી શોની રાણી પણ કહેવામાં આવે છે.દિવ્યા અગ્રવાલે ગયા વર્ષે પોતાના નામે બિગ બોસ ઓટીટી કર્યું હતું. દિવ્યા નિશાંત ભટ્ટને હરાવીને શો ની વિજેતા બની હતી.
