News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ(Bipasa Basu) આ દિવસોમાં પ્રેગ્નન્સી એન્જોય (pregnancy)કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીની જાહેરાત થઈ ત્યારથી અભિનેત્રી ઘણીવાર તેના બેબી બમ્પને(baby bump) ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં રહેનારી બિપાશા ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા(social media) પર તેની નવીનતમ તસવીર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ બિપાશા ફરી ઈન્ટરનેટ(internet) પર છવાઈ ગઈ છે.
થોડા સમય પહેલા શેર કરાયેલા આ ફોટોમાં અભિનેત્રી બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં(black transparent dress) તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, જાદુઈ લાગણીઓ, શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર(beautiful) લાગી રહી છે. આ બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાય છે. ચાહકો તેના આ ફોટા પર સતત લાઈક અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે-આંખમાંથી સરી પડ્યા આંસુ-અભિનેતા ને લઇ કહી આવી વાત-જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે 2016માં લગ્નના બંધનમાં બંધાયેલા બિપાશા અને કરણ છ વર્ષ બાદ માતા-પિતા(parents) બનવાના છે.