Bishnoi community on Salman khan: બિશ્નોઇ સમાજે સલમાન ખાન અને સલીમ ખાન વિરુદ્ધ કર્યું પ્રદર્શન, પિતા અને પુત્ર ના પૂતળા બાળી આપી આવી ચેતવણી

bishnoi community burns effigy of salman khan and his father salim khan
bishnoi community burns effigy of salman khan and his father salim khan

News Continuous Bureau | Mumbai

Bishnoi community on Salman khan: સલમાન ખાન ને લોરેન્સ બિશ્નોઇ તરફ થી સતત ધમકીઓ મળી રહી છે. આટલું જ નહીં  બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી.તાજેતર માં જ સલમાન ખાન ના પિતા સલીમ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે સલમાન ખાન એ કાળા હરણનો શિકાર કર્યો નથી.હવે આ બધાની વચ્ચે બિશ્નોઇ સમાજ એ ગઈકાલે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ તેમને બંને ના પૂતળા પણ બાળ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો : Do patti review: જો તમે પણ વિકેન્ડ માં દો પત્તી જોવાનું વિચારી રહ્યા હોવ તો,જાણી લો કેવી છે કાજોલ અને કૃતિ સેનન ની ફિલ્મ

બિશ્નોઇ સમાજે બાળ્યા સલમાન  અને સલીમ ખાન ના પૂતળા 

ગઈકાલે બિશ્નોઇ સમાજે સલમાન ખાન અને સલીમ ખાન ના પૂતળા બાળ્યા હતા. તેમજ તેમને જણાવ્યું હતું કે, “અમે બિશ્નોઈ છીએ, અમે એવી રીતે કોઈને બદનામ કરતા નથી. 26 વર્ષ પહેલા જ્યારે કેસ નોંધાયો હતો ત્યારે બિશ્નોઈ સમાજના તત્કાલિન ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો હાજર હતા. સલીમ ખાન ખોટા નિવેદનો કરીને લોકોને ગુમરાહ કરી શકતા નથી.”


બિશ્નોઇ સમાજે વધુ માં કહ્યું કે, “સલીમ ખાનના નિવેદનથી સમગ્ર સમાજ દુઃખી થયો છે. અમે કાળા હરણ કેસમાં ન્યાય મેળવવા માટે તમામ પ્રયાસો કરીશું. અમે રસ્તા પર ઉતરીને વિરોધ પણ કરીશું.” બિશ્નોઈ સમુદાયના લોકોએ કહ્યું કે જો સલમાન ખાને કાળા હરણનો શિકાર નથી કર્યો તો તેનો કેસ લડવા માટે દિલ્હી, મુંબઈ અને જોધપુરથી વકીલોને કેમ બોલાવવામાં આવ્યા. આ સાથે જ તેમને સલમાન ખાન અને સલીમ ખાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને ચેતવણી આપી કે જો સલમાન ખાન માફી નહીં માંગે તો સનાતન હિન્દુ સમાજ વતી આંદોલન કરવામાં આવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!