ન્યુઝ કંટીન્યૂઝ
મુંબઈ, 1 એપ્રિલ 2021.
ગુરૂવાર
બોલિવૂડની સુપ્રસિધ્ધ અભિનેત્રી કિરણ ખેર ને કેન્સર થયું છે. કિરણ ખેર ચંદિગઢ લોકસભા ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. તેઓ છેલ્લા અનેક વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.જોકે ઘણા લાંબા સમયથી તેઓ જનતાથી દૂર રહ્યા છે જેને કારણે વિપક્ષ ભારે હંગામો મચાવ્યો છે. નાછૂટકે આજે ભાજપના એક નેતાએ સામે આવીને જણાવ્યું કે વર્ષ 2020 થી કિરણ ખેર કેન્સરનો સામનો કરી રહ્યા છે.
તેઓ જ્યારે પોતાના નિવાસસ્થાને હતા તે સમયે તેમને પ્રાથમિક લક્ષણો દેખાયા હતા અને ત્યાર બાદ ખબર પડી કે તેઓ બ્લડ કેન્સરથી પીડિત છે. આથી કોરોના ને કારણે તેમજ તેમની બીમારીને કારણે તેઓ ઘરની બહાર બહુ ઓછું નીકળી રહ્યા છે. આ ઉપરાંત હાલ તેઓ કોઈ હોસ્પિટલમાં ભરતી નથી પરંતુ તેઓ ઈલાજ માટે વારંવાર હોસ્પિટલ જાય છે.
